ઉના/ મધદરિયે ફિસીંગ બોટને સ્ટીમરે ટક્કર મારતા દરીયામાં ગરકાવ

મધદરિયે ફિસીંગ બોટને સ્ટીમરે ટક્કર મારતા દરીયામાં ગરકાવ

Gujarat Others
ramol 5 મધદરિયે ફિસીંગ બોટને સ્ટીમરે ટક્કર મારતા દરીયામાં ગરકાવ

@કાર્તિક વાજા, ઉના 

*છ ખલાસીને અંધકાર રાત્રીમાં બચાવી લેવાયા

ઊનાના સૈયદ રાજપરા બંદરથી ફિસીંગ કરવા દરીયામાં બોટ છ ખલાસી સાથે ગયી હતી.  ફિસીંગ વિસ્તારમાં માછીમારી કરતી હતી. એ વખતે મોડી રાત્રીના અંધારામાં સ્ટીમર બાજે ટક્કર મારતા બોટ તુટી ગઈ હતી.

બોટ તૂટી જતા માછીમારો સાથે બોટ ઉંડા દરીયામાં ડુબવા લાગતા માછીમારો બચાવો બચાવોની રાડો પાડતા હતા. બાજુમાં ફિસીંગ કરતી અન્ય બોટના ખલાસીઓને પોતાની બોટમાં લઇ આબાદ રીતે તમામ ખલાસીઓને  બચાવી લીધા હતા. અને તેમને કાંઠે લાવવા તજવીજ હાથ ધરી હતી.

સૈયદ રાજપરા ગામના મનુભાઇ કાનાભાઇ ડાભીની માલીકીની બોટ નંબર IND GJ 14 MM 1540 મોફીઝ નામની બોટ ગઇ કાલે સૈયદ રાજપરાથી 15 નોટીમાઇલ દૂર છ ખલાસી સાથે ફિસીંગ કરવા ગઈ હતી.  પોતાના ફિસીંગ વિસ્તારમાં માછીમારી કરતા હતા. રાત્રીના 1.30ની આસપાસના સમયે માછીમારોના ફિસીંગ વિસ્તાર સ્ટીમર  બાજ ધુસી આવી આ બોટને ટક્કર મારી હતી. અને  બોટ દરીયા સીમામાં તુટી પડતા પાણીમાં ગરક થવા લાગી હતી.

આ બોટમાં રહેલા ભૂપતભાદા ભીલ, કરશન ચીકુ બાંભણીયા, મનુ કાના ડાભી, ચિરાગ મનુ ડાભી, ભાવેશ મનુ ડાભી, અમૃતભાઇ નામના ખલાસીઓ દરીયાના ઉંડા પાણીમાં કુદી પડી પોતાની જીદંગી બચાવવા રાડો રાડ કરી ઝઝુમતા હતા. આ વખત સૈયદ રાજપરા ગામની અન્ય બોટ ત્યાં આવી આ છ ખલાસીઓને રાત્રીના અંધારામાં શોધી પોતાની બોટમાં લીધા હતા.

અને આ ધટનાની જાણ બોટ માલીકને કરાયેલ હતી. અને આ ધટનામાં બચી ગયેલા ખલાસીઓ મોડી સાંજના દરીયા કાંઠા પર આવી પહોચશે અને બોટમાં પણ લાખો રૂપિયાનું નુકશાન થયું છે.

પોરબંદર, વેરાવળ, કોડીનાર, રાજુલા, પંથકમાં આવેલી સીમેન્ટ કંપનીમાં આવતી મોટી બાજ સ્ટીમરની અવર જવર રાત્રી દરમ્યાન દરીયામાં રહે છે. અને આવી સ્ટીમર  ફિસીંગ વિસ્તારના 15 નોટીમાઇલ દૂર આવેલા નેશનલ સીમા હદમાંથી પસાર થવાના નિયમ હોવા છતાં અવાર નવાર માછીમારોના ફિસીંગ કરતી બોટને ટક્કર મારી ચાલી જતી હોવાના કારણે માછીમારોને પોતાની જીંદગી ગુમાવી પડે છે. અને લાખો રૂપિયાની બોટ તૂટી જતાં બોટમાં નુકશાન થાય છે. અને કિંમતી ફિસીંગનો માલ સામાન જાળ પણ દરીયામાં તણાઇ જવાના કારણે બોટ માલીકો પાયમાલ થઇ જાય છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…