Gujarat/ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ એ 15 દિવસમાં 1 કરોડનો દારૂ-જુગાર ઝડપી પાડ્યો

ગુજરાતમાં બુટલેગેરો અને જુગારધામ ચલાવનાર બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજયનાં ડીજીપી આશિષ ભાટિયા દ્વારા પણ ગુજરાતમાં…

Gujarat Others
Makar 68 ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ એ 15 દિવસમાં 1 કરોડનો દારૂ-જુગાર ઝડપી પાડ્યો

@રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

ગુજરાતમાં બુટલેગેરો અને જુગારધામ ચલાવનાર બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજયનાં ડીજીપી આશિષ ભાટિયા દ્વારા પણ ગુજરાતમાં દારૂ અને જુગાર જેવી અસમાજિક પ્રવૃત્તી પર અંકુશ લાવવા માટે પોલીસ અધિકારીઓએ ને કડક પગલાં લેવાના આદેશ આપવામાં આવ્યા છે પરંતુ સ્થાનીક પોલીસની નિષ્ક્રિયતા કે સંડોવણી? સાથે બુટલેગરો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત ડીજીપીનાં સ્કોડ એટેલે સ્ટેટમોનીટરીંગ સેલ દ્વારા કડક કાર્યવાહી કરી રેડ કરવામાં આવેલ છે.

કારંજ(અમદાવાદ)

જો વાત કરવામાં આવે તો ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા છેલ્લા 15 દિવસમાં ત્રણ જેટલી રેડ કરી 1 કરોડ કરતાં પણ વધારેનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. અમદાવાદનાં કારંજ વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતુ વરલી મટકાનાં સ્ટેન્ડ પર 24 ડિસેમ્બરનાં રોજ રેડ કરી 14 આરોપીને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. જેમાં જુગારધામ ચલાવનાર મુખ્ય સૂત્રધાર મુસ્તાક મચ્છરને લોકોએ ભગાડી દીધો હતો. હવે સમગ્ર ઘટના મામલે ડીજીપી દ્વારા કડક પગલા ભરવા માટેનાં આદેશ આપવમા આવ્યા હતા.

કણભા(અમદાવાદ ગ્રામ્ય)

અમદાવાદનાં નજીક આવેલ કણભા પોલીસ સ્ટેશનની હદમાથી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરવામાં આવી હતી. જેને પગલે સ્ટેટમોનિટરિંગ સેલ દ્વારા દારૂનું ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું હતું. જેમાં સ્ટેટમોનીટરીંગ સેલ દ્વારા 1013 પેટી વિદેશી દારૂ સાથે 70 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યું હતું.

ડેડિયાપાડા ((નર્મદા)

ગાંધીનગર સ્ટેટમોનીટરીંગ સેલ દ્વારા નર્મદા માં આવેલ ડેડીયાપાડા વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. જે પગલે સ્ટેટમોનીટરીંગ સેલને ખૂબ મોટી સફળતા મળી હતી. સમગ્ર રેડમાં સ્ટેટમોનીટરીંગ સેલને 9982 વિદેશી દારૂની બોટલનો જથ્થો સહિત કુલ 27 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો એટ્લે કહી શકાય કે સ્ટેટમોનીટરીંગ સેલની સતર્કતાનાં કારણે કરોડો રૂપિયાનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે.

ગુજરાત સ્ટેટમોનીટરીંગ સેલની કારંજ જુગારધામ, અમદાવાદ ગ્રામ્યનાં કણભામાં દારૂની રેડ, અને નર્મદાનાં ડેડિયાપાડામાં દારૂની રેડ મામલે ગુજરાત રાજય ડીજીપી આશિષ ભાટિયા દ્વારા સ્થાનિક પોલીસની સંડોવણી કે બેદરકારીની તપાસ કરી પગલાં ભરવામાં આવશે ????

Ahmedabad / રિક્ષા ચાલકો આનંદો..!! હવે રેલ્વે પરિસરમાં મળશે પ્રવેશ…

Ahmedabad: રામોલમાં બંદૂકની અણીએ ગાડીની લૂંટ કરી ત્રણ શખ્સો ફરાર…

VALSAD: મોંઘી સર્જરીની સોંઘી સારવાર : સરકારી હોસ્પિટલ બની મહિલાઓ માટ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો