Ahmedabad/ રામોલમાં બંદૂકની અણીએ ગાડીની લૂંટ કરી ત્રણ શખ્સો ફરાર

ગુજરાત માં દિવસેને દિવસ ગુનાખોરીનું પ્રમાણ  વધી રહ્યું છે. પછી તે ઘટના ખૂન હોય લુંટ હોય કે પછી છેતરપીંડી.

Ahmedabad Gujarat

ગુજરાત માં દિવસેને દિવસ ગુનાખોરીનું પ્રમાણ  વધી રહ્યું છે. પછી તે ઘટના ખૂન હોય લુંટ હોય કે પછી છેતરપીંડી. અમદાવાદમાં પણ ગુનાખોરીનું પ્રમાણ વધુતું જાય છે. પૂર્વ વિસ્તારમાં ખાસ કરીને ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે.

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં લૂંટનો બનાવ બન્યો છે વાત કરવામાં આવે તો રામોલ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલ રિંગરોડ અજાણ્યા શખ્સો દ્વારા સરનામું પૂછવાના બહાને ગાડી રોકીને ગાડી લઈને ફરાર થઈ ગયા.

સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો કૃષ્ણનગર ની શ્રીનગર સોસાયટીમાં રહેતા અજય મેહતા ને સવારે વસ્ત્રાલ રિંગ રોડ પર આવેલ આલ્ફા હોટેલ ની સામે બાઇક પર આવેલ ત્રણ જેટલા ઈસમો એ રસ્તો પૂછવાના બહાને બંદૂક બતાવીને ગાડી લઈને ફરાર થઈ ગયા હતા,  હાલ તો સમગ્ર મામલે રામોલ પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…