હેલ્થ અપડેટ/ બ્રેઇન સ્ટ્રોકનો ભોગ બનેલા CMના પુત્ર અનુજ પટેલને મુંબઈની હિંન્દુજા હોસ્પિટલમાં ખસેડાશે

બ્રેઇન સ્ટ્રોકના લીધે અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરાયેલા સીએમ ભુપેન્દ્રભાઈ પટેલના પુત્ર અનુજ પટેલની તબિયત ખૂબ જ નાજુક છે. તેમને મુંબઈને હિંદુજા હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.

Top Stories Gujarat
CM Son Health બ્રેઇન સ્ટ્રોકનો ભોગ બનેલા CMના પુત્ર અનુજ પટેલને મુંબઈની હિંન્દુજા હોસ્પિટલમાં ખસેડાશે

બ્રેઇન સ્ટ્રોકના લીધે અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરાયેલા સીએમ ભુપેન્દ્રભાઈ પટેલના પુત્ર અનુજ પટેલની CM Son’s Health તબિયત ખૂબ જ નાજુક છે. તેમને મુંબઈને હિંદુજા હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. તેમને એર એમ્બ્યુલન્સથી મુંબઈની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવનાર છે.  તેમને શનિવારે અચાનક જ બ્રેઇન સ્ટ્રોક આવતા દાખલ કરવામાં આવ્યા હતા. તેમનું તરત ઓપરેશન કરાવવામાં આવ્યું હતું, ઓપરેશનના પગલે તેમની કંડિશન સ્થિર છે. નિષ્ણાત ડોક્ટરોની ટીમ તેમના પર નજર રાખી રહી છે.

આમ પહેલી મેના રોજ એકબાજુએ ગુજરાત સ્થાપના દિનની ઉજવણી ચાલી રહી છે CM Son’s Health અને સીએમે પણ બીજા કાર્યક્રમોમાં હાજરી આપવાની છે ત્યાં જ તેમના માથે પુત્રની તકલીફનું ધર્મસંકટ આવ્યું છે. હાલમાં એકબાજુએ ગુજરાતના 63માં સ્થાપના દિનની ઉજવણી છે તો બીજી બાજુએ પુત્રની વિપરીત તબિયતની સ્થિતિ છે. આમ તેમના માટે આ ઘણી નાજુક ઘડી છે. કુટુંબના બધા સભ્યો સ્તબ્ધ છે. બધી જ રીતે સ્વસ્થ અનુજ પટેલને આ સ્ટ્રોકનો હુમલો આવ્યો ક્યાંથી તે સવાલ પણ તેમને થઈ રહ્યો છે. જો કે ડોક્ટરો તો હાલમાં સારવારમાં લાગેલા છે. પણ આગામી સમયમાં તેઓ તેમનું હેલ્થ બુલેટિન જારી કરી શકે છે.

રવિવારે 30મી એપ્રિલના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્રને CM Son’s Health બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે. જેના પગલે તેને તત્કાલ કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા તત્કાલ તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.મળતી માહિતી મુજબ વૈષ્ણો દેવી નજીક આવેલી કેડી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલ તેમની સારવાર તત્કાલ અસરથી ચાલુ કરી દેવામાં આવી છે. સીએમ પણ કાફલા સાથે રવાના થયા છે.

નોધનીય છે કે વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલી કે ડી હોસ્પિટલમાં ચાલી રહી છે. CM Son’s Health હાલ અનુજ પટેલની તબિયત સ્થિર છે અને ઑબ્ઝર્વેશન હેઠળ 2 દિવસ માટે હોસ્પિટલમાં રાખવામાં આવી શકાય એમ છે.ઉલ્લેખનીય છે કે અનુજ પટેલ રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા છે અને તેઓ એન્જિનિયર છે. અનુજ કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરે છે. અનુજે પણ પિતાની જેમ જ ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું છે.