Not Set/ સહકારી બેંક કૌભાંડ : શરદ પવારે કહ્યું – હું EDની તપાસમાં સહકાર આપીશ, દિલ્હીની ગાદી સમક્ષ નમવાનું નથી શીખ્યો

સહકારી બેંક કૌભાંડમાં નામ ઉછળ્યા પછી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનાં પ્રમુખ શરદ પવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે એમએસસી બેંક કેસમાં મારું નામ ઇસીઆઈઆરમાં નોંધાયું છે. આવી સ્થિતિમાં, હું તેની તપાસમાં સંપૂર્ણ સહકાર આપીશ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ પણ હાજર રહીશ. મારા જીવનમાં આ બીજી વખત બન્યું છે. […]

India
sharad pawar સહકારી બેંક કૌભાંડ : શરદ પવારે કહ્યું - હું EDની તપાસમાં સહકાર આપીશ, દિલ્હીની ગાદી સમક્ષ નમવાનું નથી શીખ્યો
સહકારી બેંક કૌભાંડમાં નામ ઉછળ્યા પછી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનાં પ્રમુખ શરદ પવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે એમએસસી બેંક કેસમાં મારું નામ ઇસીઆઈઆરમાં નોંધાયું છે. આવી સ્થિતિમાં, હું તેની તપાસમાં સંપૂર્ણ સહકાર આપીશ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ પણ હાજર રહીશ. મારા જીવનમાં આ બીજી વખત બન્યું છે. વર્ષ 1980 ની શરૂઆતમાં, મરી એક આંદોલન દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી.
શરદ પવારે વધુમાં કહ્યું કે મને આ દેશના બંધારણ અને ન્યાયતંત્રમાં પૂરો વિશ્વાસ છે. મહારાષ્ટ્રના ઇતિહાસે અમને દિલ્હીની સત્તા સામે નમવાનું શીખવ્યું નથી. હું શિવજીના આદર્શોનું પાલન કરું છું. નાનપણમાં જ શીખ્યું હતું કે તમારે ક્યારેય દિલ્હીની શક્તિ સામે નમવું નહીં.
તેમણે કહ્યું કે હું મારી વિરુદ્ધ કરવામાં આવી રહેલી કાર્યવાહીની વિગતોમાં જવા માંગતો નથી. મહારાષ્ટ્રમાં ચૂંટણીનો સમય છે, હું સમગ્ર રાજ્યની મુલાકાત લઇ રહ્યો છું અને મને સારા પ્રતિસાદ મળી રહ્યો છે. મેં અને મારા પક્ષના સાથીઓએ જે જિલ્લાઓમાં મુલાકાત લીધી છે, તેમાં ખાસ કરીને યુવાનોનો બેજોડ પ્રતિસાદ મેળ્યો છે. આ કેસમાં તેમની વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર અંગે પવારે કહ્યું કે મને જેલમાં જવામાં કોઈ મુશ્કેલી નથી. હું ખુશ થઈશ કારણ કે મેં આવું આ પહેલાં ક્યારેય અનુભવ્યું નથી. પવારે કહ્યું કે જો મારી સામે કેસ નોંધવામાં આવ્યો છે તો હું તેનું સ્વાગત કરું છું. હું તપાસમાં સંપૂર્ણ સહકાર આપીશ

આપને જણાવી દઇએ કે, EDએ મંગળવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના પ્રમુખ શરદ પવાર વિરુદ્ધ ઇસીઆઈઆર દાખલ કરી છે. ઉપરાંત, અસીત પવાર, આનંદ રાવ, જયંત પાટિલ વિરુદ્ધ રાજ્ય સહકારી બેંક કૌભાંડ કેસમાં ઇસીઆઈઆર નોંધવામાં આવી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.