Winter/ ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 5.1 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર

ગુજરાતમાં હાલમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. શિયાળો પોતાનાં અસલ મિઝાજનો પરિચય કરાવી રહ્યો હોય તેવી રીતે રાજ્યમાં હાડ થીજવતીં ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે.

Gujarat Others
PICTURE 4 2 ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 5.1 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર
  • ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ
  • નલિયામાં સૌથી વધુ 5.1 ડિગ્રી તાપમાન
  • 9.0 ડિગ્રી સાથે ગાંધીનગર ઠુંઠવાયુ
  • અમદાવાદમાં લઘુ્ત્તમ 11.6 ડિગ્રી તાપમાન
  • વડોદરામાં 13.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન
  • સુરતમાં 15.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન
  • રાજકોટમાં લઘુત્તમ 12.0 ડિગ્રી તાપમાન

ગુજરાતમાં હાલમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. શિયાળો પોતાનાં અસલ મિઝાજનો પરિચય કરાવી રહ્યો હોય તેવી રીતે રાજ્યમાં હાડ થીજવતીં ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ગુજરાતનું સૌથી ઠંડુ શહેર નલિયાની વાત કરીએ તો અહી 5.1 ડિગ્રી સાથે ઠંડુગાર નોંધવામાં આવ્યું. જો કે, રાજ્યભરમાં ઠંડકનો પારો આસમાને પહોંચ્યો હોય તેવી રીતે રાજ્યનાં મહાનગરોમાં પણ હાડ થીજાવી દેતી ઠંડી નોંધવામાં આવી રહી છે.

વાત કરવામાં આવે ગુજરાતનાં મહાનગરોની તો, અમદાવાદમાં લઘુત્તમ 11.6 ડિગ્રી તાપમાન, વડોદરામાં 13.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં 15.4 અને રાજકોટમાં 12.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધવામાં આવ્યું છે. આપને જણાવી દઇએ કે, આગામી ત્રણ દિવસ ઠંડીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં કોલ્ડવેવની અસર વર્તાઇ શકે છે. રાજ્યમાં હજુ ચાર ડિગ્રી સુધી ઠંડીનો પારો ગગડી શકે છે. આપને જણાવી દઇએ કે, ઉત્તરનાં ઠંડા પવનો અને બંગાળનાં અખાતમાંથી વહેતા ભેજવાળા પવનોને કારણે ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તરનાં રાજ્યોમાં ગાઢ ધુમ્મસ છવાયું છે.  આ રાજ્યોનાં મહત્તમ તાપમાનમાં 2 થી 6 ડિગ્રી સેન્ટિગ્રેડનો ઘટાડો થયો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો