Not Set/ રાજ્યમાં ગાત્રો થીજવતી કાતિલ ઠંડી, હવામાન વિભાગે કોલ્ડવેવની કરી આગાહી

ઉત્તર ભારતમાં થઈ રહેલી હીમવર્ષાને પગલે રાજ્યના અનેક શહેરોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર રહેશે. હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ રાજ્યમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં હજુ ઠંડીનું પ્રમાણ વધી શકે છે. તો રાજકોટ અને પોરબંદરમાં પણ ઠંડા પવન ફૂંકવાની આગાહી છે. કચ્છના નલિયામાં […]

Gujarat Others

ઉત્તર ભારતમાં થઈ રહેલી હીમવર્ષાને પગલે રાજ્યના અનેક શહેરોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર રહેશે. હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ રાજ્યમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં હજુ ઠંડીનું પ્રમાણ વધી શકે છે. તો રાજકોટ અને પોરબંદરમાં પણ ઠંડા પવન ફૂંકવાની આગાહી છે.

Related image

કચ્છના નલિયામાં ઠંડીનો પારો ગગડીને 3.4 ડીગ્રીએ પહોંચી ગયો છે. જ્યારે ભુજમાં 8.7 ડીગ્રી તાપમાન નોંધાયું છે. કચ્છમાં 2 શહેરોનું તાપમાન સતત ત્રીજા દિવસે સિંગલ ડિઝિટમાં નોંધાયું. જેના કારણે ઠંડીની અસર જનજીવન પર જોવા મળી રહી છે. વહેલી સવારે શહેરના રસ્તાઓ પર ઓછી અવરજવર જોવા મળી રહી છે.

Image result for meteorology department winter forecast

અમદાવાદમાં લઘુત્તમ 9.6 ડિગ્રી તાપમાન નોધાયું છે. તો રાજકોટમાં 8 ડિગ્રી, વડોદરામાં 11.2 ડિગ્રી, સુરતમાં લઘુત્તમ 12.7 ડિગ્રી, ગાંધીનગરમાં લઘુત્તમ 10.0 ડિગ્રી, કેશોદ-જુનાગઢમાં લઘુત્તમ 8.4 ડિગ્રી, કંડલામાં લઘુત્તમ તાપમાન 9.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોધાયું છે.

Related image

નવસારી

નવસારીમાં કાતિલ ઠંડીથી લોકો ઠુંઠવાયા હતા. ઠંડીનો પારો 4 ડિગ્રી પહોંચ્યો છે. જેના કારણે નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારો જાણે ઠંડીમાં થીજી ગયા હતા. આમ તો કાતિલ ઠંડા પવનોની ચપેટમાં સમગ્ર ગુજરાત આવી ગયું છે. ત્યારે ઠંડીથી બચવા લોકો તાપણનો સહારો લેતા નજરે પડ્યા હતા.

છોટાઉદેપુર

રાજ્ય સહિત છોટાઉદેપુરમાં છેલ્લા 2 દિવસથી ઠંડીમાં વધારો થયો છે. ગાઢ ધુમ્મસને કારણે વાતાવરણ ધુંધળું બન્યું હતું. ત્યારે જનજીવન પર અસર જોવા મળી હતી. લોકો ઘરની બહાર જવાનું ટાળી રહ્યા છે. અને ઠંડીથી બચવા લોકો ગરમ વસ્ત્રો અને તાપણાના સહારો લઈ રહ્યા છે.

અરવલ્લી

અરવલ્લીમાં ગાત્રો થીજવતી કાતિલ ઠંડી પડી રહી છે. કાતિલ ઠંડી સાથે ગાઢ ધુમ્મસ છવાયું. મોટા ભાગના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસને પગલે રોડ સહિત રેલ અને હવાઈ ટ્રાફિકને અસર થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.