ફરિયાદ/ સાઇના નહેવાલ વિરૂદ્વ વિવાદિત ટ્વિટ કરનાર અભિનેતા સિદ્વાર્થ સામે ફરિયાદ

સાયબર ક્રાઈમ બ્રાન્ચે ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલ વિરુદ્ધ વિવાદાસ્પદ ટ્વિટ કરનાર અભિનેતા સિદ્ધાર્થ વિરુદ્ધ કેસ નોંધ્યો છે

Top Stories Entertainment
111hhhhh સાઇના નહેવાલ વિરૂદ્વ વિવાદિત ટ્વિટ કરનાર અભિનેતા સિદ્વાર્થ સામે ફરિયાદ

હૈદરાબાદ પોલીસની સાયબર ક્રાઈમ બ્રાન્ચે ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલ વિરુદ્ધ વિવાદાસ્પદ ટ્વિટ કરનાર અભિનેતા સિદ્ધાર્થ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થની ટિપ્પણી બાદ એક મહિલાએ સાઈના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આઈપીસીની કલમ 509 અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

સાઈનાએ બુધવારે કહ્યું હતું કે સિદ્ધાર્થે જાહેરમાં માફી માંગીને તે સંતુષ્ટ છે. સાઇનાએ ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં રહેલી ખામી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ પછી સિદ્ધાર્થે સાઇના પર અપમાનજનક ટિપ્પણી કરી હતી. સિદ્ધાર્થે પોતાની ટિપ્પણીની નિંદા કર્યા બાદ જાહેરમાં માફી માંગી હતી.

ઉલ્લેખનીય છે કે  એક્ટર સિદ્ધાર્થ પોતાના એક ટ્વિટને લઈને ચર્ચામાં છે, જેમાં તેણે બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલનો ઉલ્લેખ કર્યો છે. આ વિવાદાસ્પદ ટ્વીટમાં રંગ દે બસંતીમાં કામ કરી ચૂકેલા અભિનેતાએ ડબલ અર્થનો ઉપયોગ કરીને નેહવાલ પર અભદ્ર ટિપ્પણી કરવાનો પ્રયાસ કર્યો છે. સાઇના નેહવાલે વડાપ્રધાન વિશે એક ટ્વિટ કર્યું હતું. આ ટ્વીટ પર અભિનેતા સિદ્ધાર્થે જ જવાબ આપ્યો હતો. જેમાં તેણે વાંધાજનક શબ્દ એવી રીતે લખ્યો કે તેના પરથી બે અર્થ નીકળી શકે. સાઇનાના પ્રશંસકોએ તેને અભદ્ર ગણાવી અને અભિનેતા પર જોરદાર ટ્રોલ કર્યા હતા