Uttar Pradesh/ વારાણસીમાં 5 વર્ષના બાળક સાથે ક્રૂરતા: પેન્ટમાં પેશાબ થતાં શિક્ષિકા પર પ્રાઈવેટ પાર્ટ સળગાવાનો આરોપ, FIR નોંધાઈ

યુપીના વારાસણીમાં પાંચ વર્ષના બાળક સાથે ક્રૂરતા કરવાનો આરોપ સામે આવ્યો છે. પરિવારની ફરિયાદ બાદ શિક્ષિકા, પ્રિન્સિપાલ અને શાળા સંચાલન સામે FIR નોંધાઈ છે.

India Breaking News
female teacher

Uttar Pradesh: ને લઈને ઉત્તર પ્રદેશના વારાણસીમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખાનગી શાળાની એક શિક્ષિકા (Female teacher) પર 5 વર્ષના બાળકને માર મારવા અને તેના પ્રાઈવેટ પાર્ટને ગેસ લાઇટરથી સળગાવાનો ગંભીર આરોપ લાગ્યો છે. બાળકના પરિવારની ફરિયાદ બાદ શિક્ષિકા, પ્રિન્સિપાલ અને શાળા સંચાલન સામે પોલીસમાં કેસ નોંધાયો છે. જોકે, આરોપીઓની ધરપકડ હજુ સુધી થઈ નથી.

શિક્ષિકા (Female teacher) બાળકનો પર પ્રાઈવેટ પાર્ટ સળગાવાનો આરોપ

ફરિયાદ મુજબ, વારાણસી (Varanasi )ના અકથા પહાડિયા વિસ્તારના રહેવાસી એક વકીલનો પાંચ વર્ષનો પુત્ર 24 જુલાઈએ રોજની જેમ ખાનગી શાળામાં ગયો હતો. બાળકે શિક્ષિકા પાસે શૌચાલય જવાની પરવાનગી માંગી હતી, પરંતુ શિક્ષિકાએ તેને જવા દીધો નહોતો. આ કારણે બાળકના કપડાંમાં જ પેશાબ થઈ ગયો. આરોપ છે કે ત્યારબાદ શિક્ષિકા બાળકને બીજા રૂમમાં લઈ ગઈ અને ગેસ લાઇટરથી તેના પ્રાઈવેટ પાર્ટને દાઝી દીધો. સાથે જ બાળકને માર માર્યો અને ફરી આવી ભૂલ નહીં કરવાની ધમકી પણ આપી.

પરિવારની ફરિયાદ બાદ શિક્ષિકા, પ્રિન્સિપાલ અને સંચાલન સામે FIR

બાળક ઘરે પહોંચ્યા બાદ તેણે સમગ્ર ઘટનાની જાણ માતા-પિતાને કરી હતી. પરિવારજનોએ શાળા અને શિક્ષિકા સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો. ત્યારબાદ બાળકના પિતાએ લાલપુર-પાંડેયપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શિક્ષિકા પ્રીતી કુશવાહા, પ્રિન્સિપાલ હેમલતા સિંહ અને શાળા સંચાલન સામે નામજોગ FIR નોંધાવી છે.

હજુ સુધી ધરપકડ કેમ નથી થઈ?

પોલીસે કેસ નોંધ્યા બાદ તપાસ શરૂ કરી છે. હાલમાં પુરાવા એકત્રિત કરવાની અને સંબંધિત લોકોના નિવેદનો નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે તપાસના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ સુધી આરોપી શિક્ષિકાની ધરપકડ થઈ નથી.

ઘટનાએ શાળા સુરક્ષા પર ઊભા કર્યા ગંભીર પ્રશ્નો

આ ઘટનાએ શાળાઓમાં નાના બાળકોની સુરક્ષા અને શિક્ષકોના વર્તન અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. વાલીઓએ જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને.


આ પણ વાંચો: મુંબઈની પ્રતિષ્ઠિત શાળામાં ચોંકાવનારો કિસ્સો,40 વર્ષની અંગ્રેજીની શિક્ષિકા પર 16 વર્ષના વિદ્યાર્થી સાથે બળજબરીથી શારીરિક સંબંધનો આરોપ

આ પણ વાંચો: બનાસકાંઠાની વિદેશ ગયેલી શિક્ષિકાનો આચાર્ય પર લાંચ માંગ્યાનો આરોપ

આ પણ વાંચો: શિક્ષિકા પર 16 વર્ષના છોકરાની વર્જિનિટી છીનવવાનો આરોપ