Rajkot News : ફાયનાન્સ અને બિલ્ડર લોબીમાં ચર્ચાસ્પદ બનેલા તથા મોટા ફાયનાન્સના વ્યવહારો ઠપ કરનારા ટોચના બે ફાયનાન્સરો આર્થિક નબળા પડ્યા હોવાનું પ્રકરણ ગાજ્યું હતું. હવે ફાયનાન્સર છગન મોહન બુસા(પટેલ) વિરૂધ્ધ 6.50 કરોડની ઠગાઈની ફરિયાદ નોંઘાઈ છે. જેને આધારે પોલીસે છગન પટેલને સમન્સ પાઠવ્યું છે. એટલું જ નહી છગન પટેલના પુત્ર અને પત્નીના નામ પણ ફરિયાદમાં જોડવામાં આવ્યા છે.
રાજકોટની આર્થિક ગુના નિવારણ શાખામાં ગયા સપ્તાહે દાખલ થયેલી આ ફરિયાદોમાં એક નિવૃત બિલ્ડરે નોંધાવી છે. જ્યારે અન્ય ફરિયાદ ઓનર્સએસોસિએશન મારફતે કરવામાં આવી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બિલ્ડર હરસુખભાઈ આર.સોજીત્રા તેમના પત્ની તથા પુત્ર દ્વારા ફાયનાન્સર છગન પટેલ તેમના પુત્ર અને પત્ની નર્મદાબેન વિરૂધ્ધ કરવામાં આવેલી ફરિ.યાદની અરજીમાંજણાવાયું છે કે પોતે કન્સ્ટ્કશનના ધંધામાં હતા અને હાલ નિવૃત છે.
છગન પટેલે તેમને મકાન-જમીનમાં તેઓ મોટુ કામ ધરાવે છે અને નાણાંનું રોકાણ કરશો તો પ્રોપર્ટી વ્યવહારમાં જે નફો થશે તેમાં 50 ટકા ભાગ આપવાની ખાતરી આપી હતી. જેને પગલે પરિલારના જ્ઞણ સભ્યોએ છગન પટેલ તેમના પુત્ર અને પત્નીના ખાતામાં રૂ. 4,25,41,375 આપ્યા હતા. જોકે હવે આ નાણાં પરત કરવામાંઆવતા નથી.
તે સિવાય અન્ય ફરિયાદ નિર્વાણા ફ્લેટ ઓનર્સ એસોસિએશનના મેનેજર અંકિત સાકરિયાએ નોંધાવી છે.
તેમની ફરિયાદ મુજબ ફ્લેટ માલિકો દ્વારા જમા થયેલી મેન્ટેનન્સની રકમમાંથી 2.25 કરોડ 0.90 ટકા વ્યાજે છગન પટેલને આપી હતી. તેમને શરૂઆતના મહિનામાં નિયમિત રીતે વ્યાજ આપાતું હતું. બાદમાં વ્યાજ કે મુડી અપાયું ન હતું.આ બન્ને અરજી ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. ફાયનાન્સરને સમન્સ પાઠવવા છતા તે હાજર થયા નથી. તે હાજર થશે બાદમાં નિવેદન લાવામાં આવશે. ત્યારબાદ ગુનો નોંધવામાં આવશે.ફાયનાન્સર છગન પટેલ સામે વધુ ફરિયાદ થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
આ પણ વાંચો:અમદાવાદમાં અવિરત વરસાદ, ગુજરાતના 204 તાલુકામાં વરસાદ, ભિલોડામાં સૌથી વધુ 6.6 ઈંચ
આ પણ વાંચો:ગુજરાતમાં ચોમાસાનો દબદબો, ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય ,આ તાલુકામાં ભારે વરસાદની આગાહી
આ પણ વાંચો:ભરૂચના જંબુસરમાં ચાલુ વરસાદે રોડનું કામ
