Kadi Byelection/ કોંગ્રેસે ફરી જૂના જોગી પર દાવ લગાવ્યો, રમેશ ચાવડા કડીના ઉમેદવાર

કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. રમેશ ચાવડાએ 2012ની વિધાનસભા ચૂંટણીમાં અભિનેતા હિતુ કનોડિયાને હરાવ્યા હતા.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Kadi News: કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. રમેશ ચાવડાએ 2012ની વિધાનસભા ચૂંટણીમાં અભિનેતા હિતુ કનોડિયાને હરાવ્યા હતા. જોકે, 2017ની ચૂંટણીમાં તેઓ કરસન સોલંકી સામે હારી ગયા હતા.

રમેશ ચાવડા સ્થાનિક રાજકારણમાં મજબૂત પકડ ધરાવે છે. તેમના પત્ની હાલમાં કડી નગરપાલિકામાં કોર્પોરેટર તરીકે સેવા આપી રહ્યા છે. પેટાચૂંટણીની જાહેરાત થતાં જ તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

કડીના જાહેર ઉમેદવાર અગાઉ પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે. કડી કોંગ્રેસના જાહેર થયેલા ઉમેદવાર ચાવડા રમેશભાઈ મગનભાઈ, પૂર્વ ધારાસભ્ય. તેઓ રોહિતવાસ, નવરામી ચોક, કડી પર્વત ખાતે રહે છે. તેમણે બી.એ. સુધીનો અભ્યાસ કર્યો છે. એલ.એલ.બી. વ્યવસાય તેઓ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને કોંગ્રેસ પાર્ટીના સક્રિય નેતા છે.

કડી વિધાનસભા  ઇતિહાસ
1990 થી 2022 સુધી કડી વિધાનસભા મતવિસ્તારમાં ૮ ચૂંટણીઓ યોજાઈ છે. જેમાં ભાજપના ઉમેદવાર છ વખત અને કોંગ્રેસના ઉમેદવાર બે વખત જીત્યા છે. વર્તમાન ધારાસભ્ય કરશન સોલંકીના અવસાન બાદ અહીં પેટાચૂંટણીઓ યોજાઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતની પેટાચૂંટણીઃ વિસાવદરમાં પાટીદાર કાર્ડ તો કડીમાં હુકમનો એક્કો કોણ!

આ પણ વાંચો: કડી-વિસાવદરની પેટાચૂંટણીમાં જામશે ત્રિપાંખિયો જંગ

આ પણ વાંચો: વિસાવદર પેટાચૂંટણીમાં પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીની એન્ટ્રી, પૂર્વ CM શંકરસિંહ વાઘેલા પણ ઝંપલાવશે