ગાબડું/ કોંગ્રેસ પાછી તૂટીઃ બનાસકાંઠામાં ધાનેરા કોંગ્રેસમાં ફરીથી ગાબડું

કોંગ્રેસ ફરી પાછી તૂટી છે. બનાસકાંઠાના ધાનેરા કોંગ્રેસમાં ફરીથી ગાબડુ પડ્યું છે. કોંગ્રેસના પીઢ આગેવાન જે.કે. પટેલે રાજીનામુ આપ્યા પછી આ ગાબડું પડ્યું છે. તેમણે કોંગ્રેસના સભ્યપદેથી પણ રાજીનામુ આપ્યું છે. આ રાજીનામુ ગુજરાતના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને મોકલવામાં આવ્યું છે.

Top Stories Gujarat

ધાનેરાઃ કોંગ્રેસ ફરી પાછી તૂટી છે. બનાસકાંઠાના ધાનેરા કોંગ્રેસમાં ફરીથી ગાબડુ પડ્યું છે. કોંગ્રેસના પીઢ આગેવાન જે.કે. પટેલે રાજીનામુ આપ્યા પછી આ ગાબડું પડ્યું છે. તેમણે કોંગ્રેસના સભ્યપદેથી પણ રાજીનામુ આપ્યું છે. આ રાજીનામુ ગુજરાતના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને મોકલવામાં આવ્યું છે.

જે.કે. પટેલ બે વખત કોંગ્રેસના વિધાનસભ્ય પદેથી ચૂંટાયા છે. તેમના રાજીનામા પગલે તે કોંગ્રેસ છોડીને ભાજપમાં જાય તેવી અટકળોએ વેગ પકડ્યો છે. જો કે આ અંગે હજી સુધી તેમમે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. હજી માંડ દિવસ પહેલા કોંગ્રેસના જાણીતા આગેવાન નારણ રાઠવા કોંગ્રેસ છોડીને તેમના પુત્ર સાથે ભાજપમાં જોડાઈ ગયા હતા.

કોંગ્રેસના છોટાઉદેપુરના રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાએ પોતાના સમર્થકો સાથે મંગળવારે ગાંધીનગર કમલમ ખાતે વિધિવત રીતે ભારતીય જનતા પક્ષ (ભાજપ)નો કેસ ધારણ કર્યો છે. આમ લોકસભાની ચૂંટણી પહેલા નારણ રાઠવા ભાજપમાં જોડાતા આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. નારણ રાઠવાની આદિવાસી વિસ્તાર પર નોંધપાત્ર પક્કડ હોવાનું માનવામાં આવે છે.

આમ લોકસભા ચૂંટણી પૂર્વે ગઢના કાંગરા ખરે તેમ કોંગ્રેસમાંથી એક પછી એક જવા માંડ્યા છે. હાર્દિક પટેલ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયો ત્યારે તેણે જે વાત કહી હતી તે સાચી પડી રહી છે. તેણે જણાવ્યું હતું કે કોંગ્રેસના ઘણા લોકો ભાજપમાં જોડાવવા આતુર છે, તેથી કેટલીય વિકેટો પડશે. તે સમયે તેની વાત અતિશ્યોક્તિભરી લાગતી હતી, પરંતુ આજે લાગે છે તે જરા પણ ખોટો ન હતો.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ