Not Set/ ધાનેરા – ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઇને પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું

મંતવ્ય ન્યૂઝ, ગુજરાત સરકાર હર હંમેશ ખેડૂતલક્ષી હોવાનો દાવો કરી રહી છે પણ જયારે જમીની હકીકત કઈક અલગ જોવા મળી રહી છે. જે બાબત ને લઈ ને આજે ધાનેરા ખાતે ભારતીય કિસાન સંઘ દ્રારા આવેદનપત્ર આપી ને સરકાર જોડે માગણી કરી હતી. આવેદનપત્રમાં માંગણી કરાઇ હતી કે મગફળી અને રાયડા ની ખરીદી માં હજુ વધુ […]

Gujarat Others

મંતવ્ય ન્યૂઝ,

ગુજરાત સરકાર હર હંમેશ ખેડૂતલક્ષી હોવાનો દાવો કરી રહી છે પણ જયારે જમીની હકીકત કઈક અલગ જોવા મળી રહી છે. જે બાબત ને લઈ ને આજે ધાનેરા ખાતે ભારતીય કિસાન સંઘ દ્રારા આવેદનપત્ર આપી ને સરકાર જોડે માગણી કરી હતી. આવેદનપત્રમાં માંગણી કરાઇ હતી કે મગફળી અને રાયડા ની ખરીદી માં હજુ વધુ કૌભાંડ થાય એ પહેલાં સરકાર ને જાગવાની જરૂર છે.

ધાનેરા આવેદનપત્ર 1

તેમાં ટેકા ના ભાવે થતી ખરીદી માં જે પણ વચેટીયા દ્રારા ભષ્ટાચાર થઈ રહ્યો છે તેમની તપાસ કરીને તેમની વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવામા આવે. વધુમાં માંગણી કરી હતી કે રાયડા ની ખરીદી માં તત્કાલ ઝડપી પ્રક્રિયા હાથ ધરી ને ખરીદી કરવામાં આવે અને મગફળી ના બાકી રહેલા નાણાં તત્કાલ ખેડૂતો ને ચુકવણી કરવામાં આવે.

ધાનેરા આવેદનપત્ર 2

આ સિવાય ના અન્ય ખેડૂતલક્ષી મુદ્દા ને લઈ ને ધાનેરા પ્રાંત અધિકારી સમક્ષ ઉગ્ર રજુઆત કરાઇ હતી અને જલ્દી ઉકેલ લાવવામાં આવે એવી રજુઆત સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ની હાજરી માં આવેદન પત્ર આપવામા આવ્યું હતું.