Gujarat election 2022/ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે આ બેઠક પર ઉમેદવાર બદલ્યા

કોંગ્રેસે ગઇકાલે મોડીરાત્રે 46 ઉમેદવારના નામની યાદી જાહેર કરી હતી આ પહેલા પાર્ટીએ 43 ઉમેદવારની યાદી જાહેર કરી હતી

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
20 5 ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે આ બેઠક પર ઉમેદવાર બદલ્યા

ગુજરાત વિધાનસભાની ચૂટણીને ગણતરીના દિવસો જ બાકિ રહ્યા છે.  સ્પીડે જાહેરાત કરવામાં આવી છે. ભાજપે   160 ઉમેદવારો જાહેર કરી દીધા છે બાદમાં કોંગ્રેસે ગઇકાલે મોડીરાત્રે 46 ઉમેદવારના નામની યાદી જાહેર કરી હતી આ પહેલા પાર્ટીએ 43 ઉમેદવારની યાદી જાહેર કરી હતી. કોંગ્રેસે તેના એક ઉમેદવારને એક બેઠક પર બદલ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગણદેવી બેઠક પર પહેલી યાદીમાં જાહેર કરાયેલા શંકર પટેલને બદલીને હવે અશોક પટેલને ફાઈનલ કરવામાં આવ્યાં છે. ગણદેવી બેઠક પર હવે અશોક પટેલ ઉમેદવારી ફોર્મ ભરશે.કોંગ્રેસની હાલની રાજકિય સ્થિતિ ખુબ કફોડી છે. એક સાધે તેર તૂટે જેવો ઘાટ છે. અનેક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થઇ રહ્યા છે.

નોંધનીય છે કે ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. પોલ પેનલે ગુરુવારે એક નોટિફિકેશન બહાર પાડીને 12 નવેમ્બરના રોજ સવારે 8 વાગ્યાથી અને 5 ડિસેમ્બરના રોજ સાંજે 5 વાગ્યા સુધી કોઈપણ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં એક્ઝિટ પોલના અંદાજોના પ્રકાશન અને પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો હતો.