સાબરકાંઠા/ કોંગ્રેસના નેતાએ શરુ કર્યો ચુંટણી પ્રચાર, તુષાર ચૌધરીએ ભાજપ અને ‘આપ’ પર પ્રહાર કર્યા

ગુજરાતમાં આવનારા મહિનામાં વિધાનસભાની ચુંટણી યોજાવાની છે.ત્યારે દરેક પાર્ટી અને દરેક નેતા ચુંટણી પ્રચારમાં લાગી છે.

Gujarat Gujarat Assembly Election 2022 Others
ચુંટણી
  • તુષાર ચૌધરીની ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક
  • “આપણુ બુથ, આપણુ ગૌરવ”અંતર્ગત બેઠક
  • તુષાર ચૌધરી સાબરકાંઠા જીલ્લા પ્રભારી

કોંગ્રેસના નેતા અને સાબરકાંઠા જીલ્લાના પ્રભારી તુષાર ચૌધરીએ આજે ખેડબ્રહ્મા વિધાનસભા બેઠકમાં “આપણુ બુથ, આપણુ ગૌરવ”અંતર્ગત ત્રણે તાલુકામાં બેઠક કરી હતી.ગુજરાતમાં આવનારા મહિનામાં વિધાનસભાની ચુંટણી યોજાવાની છે.ત્યારે દરેક પાર્ટી અને દરેક નેતા ચુંટણી પ્રચારમાં લાગી છે.તુષાર ચૌધરીએ બેઠકમાં ભાજપ અને આમ આદમી પાટીઁ પર પ્રહારો કર્યો હતા.અને કાર્યકરોને બેઠક જીતવા આહવાન કર્યું હતું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોએ બેઠક દીઠ ધમધમાટ શરુ કરી દીધો છે. કોંગ્રેસના નેતા અને સાબરકાંઠા જીલ્લાના પ્રભારી તુષાર ચૌધરીએ આજે ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક પર “આપણુ બુથ, આપણુ ગૌરવ” અંતર્ગત ત્રણે તાલુકામાં બેઠક કરી હતી.

ખેડબ્રહ્મા વિધાનસભાના ખેડબ્રહ્મા, વિજયનગર અને પોશીના તાલુકાના કોંગ્રેસના કાયઁકરોને તુષાર ચૌધરીએ બેઠક જીતવા માટે આહવાન કરતાં ભાજપ અને આમ આદમી પાટીઁ પર પ્રહાર કરતા મોંઘવારીનો મુદ્દો તથા કોંગ્રેસ છોડી ગયેલ પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ પર પ્રહારો કર્યા હતા.

આ પણ વાંચો:અનુસુચિત જાતિના વિદ્યાર્થી સાથે રેગીંગ, મૂઢમાર મારી હડધૂત કર્યાની ફરિયાદ નોંધાઇ

આ પણ વાંચો:સાવલી ધારાસભ્ય પહોંચ્યા પોલીસ મથકે!

આ પણ વાંચો: સુરત હાઇવે પર કાર રોકીને 55 લાખની લૂંટ કરી લૂંટારૂઓ ફરાર