Pegasus જાસૂસી કેસ પર ચર્ચાની માંગણી કરતા વિપક્ષી દળોનાં હંગામાને કારણે સંસદમાં વિવાદ વચ્ચે, કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે વિપક્ષનાં નેતાઓ સાથે સરકારને ઘેરી લેવા અને દબાણ કરવાની વ્યૂહરચના પર ચર્ચા કરી. મંગળવારે કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વિરુદ્ધ પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે કોન્સ્ટિટ્યુશન ક્લબમાંથી સંસદ સાયકલ પર પહોંચ્યા હતા.

આ પણ વાંચો – બેકાબુ મહામારી / ભારતમાં 6 દિવસો બાદ આજે નોંધાયા 40 હજારથી ઓછા કેસ, કેરળમાં પણ ઘટ્યું સંક્રમણ
રાહુલ ગાંધીનાં આમંત્રણ પર, ઘણા મુખ્ય વિપક્ષી દળોનાં નેતાઓ કોન્સ્ટિટ્યુશન ક્લબમાં નાસ્તા માટે મળ્યા હતા. દરમ્યાન, વિપક્ષનાં નેતાઓ સાથેની બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “આપણે આ અવાજને (લોકોનો અવાજ) એક કરવો પડશે, આ અવાજ જેટલો એકસાથે આવશે તેટલો જ મજબૂત થશે અને ભાજપ અને આરએસએસ માટે આ અવાજને દબાવવું તેટલુ જ મુશ્કેલ રહેશે.”
#WATCH | Delhi: Congress leader Rahul Gandhi and other Opposition leaders ride bicycles to the Parliament, after the conclusion of their breakfast meeting. pic.twitter.com/5VF6ZJkKCN
— ANI (@ANI) August 3, 2021
આ પણ વાંચો – CBSE 10th Result / હવે આતુરતાનો આવશે અંત, ધોરણ 10 નાં વિદ્યાર્થીઓનું પરિણામ 12 વાગ્યે થશે જાહેર
રાહુલ ગાંધી ઉપરાંત રાજ્યસભામાં વિપક્ષનાં નેતા મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં કોંગ્રેસનાં નેતા અધીર રંજન ચૌધરી, તૃણમૂલ કોંગ્રેસનાં નેતા કલ્યાણ બેનર્જી, શિવસેનાનાં નેતા સંજય રાઉત, આરજેડીનાં મનોજ ઝા અને અન્ય કેટલાક પક્ષોનાં નેતાઓએ આ બેઠકમાં હાજરી આપી હતી. વળી, રાહુલ ગાંધીએ જે રાજકીય પક્ષોને બોલાવ્યા હતા તેમાંથી આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી ગાયબ હતી. તેમનો કોઈ પણ નેતા રાહુલ ગાંધીની સભામાં પહોંચ્યો ન હતો.

આ પણ વાંચો – જમ્મુ-કાશ્મીર / બાંદીપોરાનાં ચંદાજી વિસ્તારમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી, ત્રણ આતંકી કર્યા ઠાર
કોંગ્રેસ નેતાએ વિપક્ષી નેતાઓ સાથે નાસ્તાની બેઠક એક સમયે કરી હતી જ્યારે પેગાસસ અને કેટલાક અન્ય મુદ્દાઓ પર છેલ્લા ઘણા દિવસોથી સંસદના બંને ગૃહોમાં વિવાદ ચાલી રહ્યો છે. 19 જુલાઈથી ચોમાસુ સત્ર શરૂ થયું. પરંતુ, અત્યાર સુધી બંને ગૃહોની કાર્યવાહી ખોરવાઈ છે. વિરોધ પક્ષોનું કહેવું છે કે સરકાર પહેલા પેગાસસ જાસૂસી મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર થયા બાદ જ સંસદમાં મડાગાંઠનો અંત આવશે. સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ વિપક્ષની માંગને ફગાવી દીધી અને શુક્રવારે લોકસભામાં કહ્યું કે તે બિલકુલ મુદ્દો નથી.
