Not Set/ હવે આતુરતાનો આવશે અંત, ધોરણ 10 નાં વિદ્યાર્થીઓનું પરિણામ 12 વાગ્યે થશે જાહેર

CBSE નું 2021 નું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઈટ cbse.gov.in અને cbseresults.nic.in પર ઓનલાઈન મોડમાં જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેમના રોલ નંબર, સેન્ટર નંબર, સ્કૂલ નંબર અને એડમિટ કાર્ડની વિગતો દાખલ કરીને પોતાનું પરિણામ ચકાસી શકે છે.

Top Stories India
10
  • CBSE ધોરણ-10નું પરિણામ આજે જાહેર થશે
  • બપોરે 12 વાગે વેબસાઇટ પર મુકવામાં આવશે
  • વિદ્યાર્થીઓ-શાળા વેબસાઇટ પર જોઇ શકશે પરિણામ

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) નાં 10 માં વર્ગનાં વિદ્યાર્થીઓ તેમના પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ધોરણ 12 નું પરિણામ જાહેર થયા બાદ હવે ધોરણ 10 નું પરિણામ આજે (મંગળવારે) બપોરે 12 વાગ્યે જાહેર થશે.

આ પણ વાંચો – રાજકારણ / રાહુલ ગાંધીની બ્રેકફાસ્ટ રાજનીતિ,તમામ વિપક્ષી પાર્ટીઓને નાસ્તા માટે બોલાવી, સરકારને ઘેરવાની રણનીતિ

આપને જણાવી દઇએ કે, CBSE નું 2021 નું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઈટ cbse.gov.in અને cbseresults.nic.in પર ઓનલાઈન મોડમાં જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેમના રોલ નંબર, સેન્ટર નંબર, સ્કૂલ નંબર અને એડમિટ કાર્ડની વિગતો દાખલ કરીને પોતાનું પરિણામ ચકાસી શકે છે.

આ પણ વાંચો – બીનહરીફ થશે /  જમીન વિકાસ બેંક રાજકોટ-મોરબી જિલ્લા ડીરેકટરના ઉમેદવાર હરદેવસિંહ જાડેજાને પ્રતિસ્પર્ધી ઉમેદવારે ટેકો કર્યો જાહેર

નોંધનીય છે કે આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ કોરોના વાયરસ મહામારીનાં કારણે રદ કરવામાં આવી હતી. તેથી વિદ્યાર્થીઓને તેમના રોલ નંબર સાથે કોઈ એડમિટ કાર્ડ મળ્યું નથી. CBSE બોર્ડે તાજેતરમાં વિદ્યાર્થીઓને રોલ નંબર આપવા માટે વિન્ડો સક્રિય કરી છે. વેબસાઇટ પર પરિણામ તપાસવા માટે રોલ નંબર જરૂરી રહેશે.

તમે તમારુ પરિણામ આ વેબસાઇટ પર જોઇ શકો છો…

cbse.gov.in
cbseresults.nic.in

પરિણામ કેવી રીતે તપાસવું

પહેલા સત્તાવાર વેબસાઇટ cbse.nic.in, cbseresults.nic.in પર જાઓ.
ધોરણ 10 નાં પરિણામ સાથે સંબંધિત લિંક પર ક્લિક કરો.
રોલ નંબર દાખલ કરીને સબમિટ કરો અને માહિતીની સબમિટ કરો.
ધોરણ 10 નું પરિણામ સ્ક્રીન પર તમારી સામે હશે.
જેને તમે ડાઉનલોડ કરી શકો છો.

આ પણ વાંચો – આશ્ચર્યજનક દ્રશ્ય / અનોખી ખગોળીય ઘટના,એકબીજાની નજીક આવ્યા શનિ અને પૃથ્વી, 14મીએ ફરીથી જોવા મળશે

આ રીતે રોલ નંબર ડાઉનલોડ કરો

CBSE ની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in ની મુલાકાત લો.
હોમ પેજ પર, નીચે આપેલા Roll Number Finder 2021 લિંક પર ક્લિક કરો.
સર્વર પસંદ કરો અને Continue પર ક્લિક કરો.
હવે ધોરણ 10 નો વિકલ્પ પસંદ કરો અને પૂછવામાં આવેલી વિગતો ભરો.
તમારો રોલ નંબર સબમિટ થતાં જ સ્ક્રીન પર ખુલશે.
રોલ નંબર ડાઉનલોડ કરો અને પ્રિન્ટઆઉટ પણ લઇ શકો છો.