Ahmedabad News : ગત રાત્રીએ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા એક પરિપત્ર જાહેર કરીને રાજ્યોના પ્રભારીઓની ફેરબદલ કરવામાં આવી છે. કોંગ્રેસના હાઈ કમાન્ડે જમ્મુ કશ્મીરના સંગઠન પ્રભારી તરીકે જવાબદારી સંભાળતા નેતા ભરતસિંહ સોલંકીને અને હરિયાણાની જવાબદારી નિભાવતા દીપક બાબરીયાને સંગઠનની જવાબદારીમાંથી હકાલપટ્ટી કરી છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ હારી ગઈ હતી. તે જ સમયે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે નેશનલ કોન્ફરન્સ સાથે જોડાણ કરીને ચૂંટણી લડી. ગઠબંધન વિધાનસભા ચૂંટણી જીત્યું, પરંતુ કોંગ્રેસ સરકારમાં જોડાઈ ના હતી. તેવી જ રીતે ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસનું પ્રદર્શન સારું નહોતું. આવી સ્થિતિમાં ઓડિશામાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે. તે જ સમયે તાજેતરની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન પણ નિરાશાજનક રહ્યું છે તેથી કહી શકાય આ હારો પરથી રાજ્યના પ્રભારીઓમાં ફેરબદલ કરવામાં આવ્યો હોઈ શકે છે. કોંગ્રેસની નેશનલ કોર કમિટિ ગ્રુપમાં એક પણ ગુજરાતી સામેલ નથી.
ગત રાત્રિના નિર્ણયથી કોંગ્રેસ સંગઠનના ફેરફાર દરમિયાન રાજકીય માહોલમાં ગરવાવટ આવી છે, રાજકીય ચર્ચાઓ થઈ રહી છે. કોંગ્રેસના નબળા પરિણામાં માટે થઈને જવાબદાર સંગઠનના નેતાઓની હકાલપટ્ટી કરવાનો કોંગ્રેસ હાઈ કમાન્ડ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જમ્મુ કશ્મીરના પ્રભારી પદેથી ભરતસિંહ સોલંકીને મુક્ત કરવામાં આવ્યા છે તો દીપક બાબરીયાને હરિયાણામાંથી હટાવવામાં આવ્યા. આ નિર્ણયથી ગુજરાત કોંગ્રેસમાં પણ પડઘા પડ્યા છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિ કાર્જુન ખડગેએ અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને AICC મહાસચિવો અને પ્રભારીઓની નિમણૂકની જાહેરાત કરી છે, પરંતુ દીપક બાબરિયા, મોહન પ્રકાશ, ભરત સિંહ સોલંકી, રાજીવ શુક્લા, મંડળી યાદવ અને અજય કુમારને પડતા મૂકવામાં આવ્યા છે. આ નેતાઓ પાસેથી રાજ્યોનો હવાલો પાછી ખેંચી લેવામાં આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના 2 મહત્વના ચહેરાઓ પાસેથી સંગઠનનો હવાલો ખેંચાતા રાજકીય માહોલ ગરમાયો છે.
આ પણ વાંચો:હેલ્મેટ ડ્રાઇવના પ્રથમ દિવસે 98.96% સરકારી કર્મચારીઓએ નિયમનો કર્યો અમલ
આ પણ વાંચો:હેલ્મેટ નહિ પહેરેલા સરકારી કર્મચારી સામે થશે દંડનીય કાર્યવાહી, રાજ્ય પોલીસ વડાનો આદેશ
આ પણ વાંચો:ગયા વર્ષે અકસ્માતમાં હેલ્મેટ વિના 2767 જણાએ જીવ ગુમાવ્યા