Controversy/ ફિનલેન્ડના PM સના મારિનએ કરાવ્યો ડ્રગ્સ ટેસ્ટ, વાયરલ વીડિયો બાદ થયો હતો વિવાદ

ફિનલેન્ડના યુવા વડાપ્રધાન સના મારિને શુક્રવારે ખુલાસો કર્યો હતો કે તેણે ડ્રગ ટેસ્ટ કરાવ્યો છે અને તપાસનો રિપોર્ટ આવતા સપ્તાહે આવશે

Top Stories World
1 2 4 ફિનલેન્ડના PM સના મારિનએ કરાવ્યો ડ્રગ્સ ટેસ્ટ, વાયરલ વીડિયો બાદ થયો હતો વિવાદ

ફિનલેન્ડના યુવા વડાપ્રધાન સના મારિને શુક્રવારે ખુલાસો કર્યો હતો કે તેણે ડ્રગ ટેસ્ટ કરાવ્યો છે અને તપાસનો રિપોર્ટ આવતા સપ્તાહે આવશે. ઉલ્લેખનીય છે કે તેના મિત્રો સાથે ડાન્સ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો અને તેના પર વિપક્ષનું દબાણ હતું કે તેને ડ્રગ્સનો ટ્રેસ્ટ કરાવવો જોઇએ. વાયરલ વીડિયોના ફૂટેજમાં યુવા નેતાને ફિનિશ પોપસ્ટાર સાથે ડાન્સ કરતી દેખાડવામાં આવી હતી જેના કારણે હંગામો થયો હતો.

સના મારિનનો આ વીડિયો ફૂટેજ સામે આવ્યો જ્યારે તે પોતાની પાર્ટી દરમિયાન ડાન્સ કરતી જોવા મળી હતી. ફિનલેન્ડના પીએમ સના મારિનના આ લીક થયેલા વિડિયોમાંના કારણે ટીકનો સામનો કરવો પડ્યો હતો. જયારે કેટલાક રાજકારણીઓએ કહ્યું હતું કે તેમણે ડ્રગ્સ માટે પરીક્ષણ કરવું જોઈએ.

આવા આરોપોથી ઘેરાયેલા પીએમે શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તેમનો શુક્રવારે ટેસ્ટ કરાવવામાં આવ્યો છે અને આ તપાસના પરિણામ આવતા સપ્તાહ સુધીમાં મળી જશે. મારિને પોતાની વાતને ફરી પુનરાવર્તિત કરી અને કહ્યું કે તેણે ક્યારેય ડ્રગ્સ લીધું નથી.  તેણે મીડિયાને જણાવ્યું કે મેં કોઇ પણ પ્રકારનું ગેરકાયદેસર કાર્ય કર્યું નથી.

પીએમ સના મારિને કહ્યું, “મારી કિશોરાવસ્થામાં પણ, મેં કોઈપણ પ્રકારના ડ્રગ્સનો ઉપયોગ કર્યો નથી, તેમણે ઉમેર્યું હતું કે ચિંતાઓને દૂર કરવા માટે મેં ડ્રગ ટેસ્ટ કરાવ્યો છે. તેણે આગ્રહ કર્યો કે તે નિર્દોષતાની તેની ધારણાને સાબિત કરવા માંગે છે અને તે તેના માટે લાયક છે.

મીડિયાએ પ્રશ્ન કર્યો કે શું પીએમ મારિન જરૂર પડ્યે  તાત્કાલિક સરકારી નિર્ણયો લેવા સક્ષમ છે? જેના જવાબમાં તેમણે કહ્યું કે મને યાદ નથી કે મધ્યરાત્રિએ ક્યારેય અચાનક સ્ટેટ કાઉન્સિલ પેલેસમાં જવાની સ્થિતિ સર્જાઈ હોય. અને જે દિવસે હું પાર્ટી કરી રહી હતી તે દિવસે કોઇ પણ મીટિંગ પણ નહોતી.

ઉલ્લેખનીય છે કે સના મારિન ફિનલેન્ડની PM અને સૌથી નાની ઉંમરની PM છે. તેમણે 20 વર્ષની ઉંમરે રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. તે દુનિયાની સૌથી નાની વયની પીએમ છે અને તેના ડાન્સનો વીડિયો તેની પરેશાનીનું કારણ બની ગયો છે.