- ફ્રેન્ચ ઓપનમાં વકર્યો વિવાદ,
- નાઓમી ઓસાકાએ પરત ખેંચ્યુ નામ,
- મીડિયા સેશનનો કર્યો હતો બહિષ્કાર,
- બહિષ્કાર કરતાં ફટકારાયો હતો દંડ,
- 15 હજાર ડોલરનો ફટાકારાયો હતો દંડ,
- દંડ ફટકારવાનો વિરોધ કરતાં ખેંચ્યુ નામ,
- જાપાનીઝ પ્લેયર છે નાઓમી ઓસાકા
ચાર વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન નાઓમી ઓસાકાએ સોમવારે રાત્રે સમગ્ર ટેનિસ જગતને ચોંકાવી દીધા, જ્યારે તે રોલાંડ પર મીડિયાનાં બહિષ્કાર કરવા માટે તમામ ક્વાર્ટર્સની ટીકાઓનો સામનો કર્યા બાદ પેરિસમાં 2021 ફ્રેન્ચ ઓપનથી બહાર થઇ ગઇ છે.

મર્ડર કેસ / સુશીલ કુમારની મુશ્કેલીઓમાં વધારો, નોંધાઇ શકે છે વધુ એક કેસ
જાપાનની વિશ્વની બીજા નંબરની ખેલાડીએ રવિવારે મહિલા સિંગલ્સનાં પ્રથમ રાઉન્ડમાં રોમાનિયાની પેટ્રીસિયા મારિયા ટાઇગને 6-4, 7-6 (4) થી હરાવી હતી. નાઓમી ઓસાકાને ફ્રેન્ચ ઓપનનાં પહેલા રાઉન્ડમાં જીત્યા બાદ મીડિયા સાથે વાત ન કરવા બદલ 15 હજાર ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. અને આગળ એવુ ન કરવા પર કડક સજાની ચેતવણી પણ આપવામાં આવી છે. ઓસાકાએ ફ્રેન્ચ ઓપન પહેલા કહ્યું હતું કે, માનસિક સ્વાસ્થ્યની ચિંતાઓને ટાંકીને રોલેન્ડ ગેરોસ મેચ બાદ તે મીડિયા ઇન્ટરવ્યુમાં ભાગ લેશે નહીં. ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ બોર્ડે ઓસાકા સાથેનાં તેના સ્ટેન્ડ વિશે થોડું વધારે સમજવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિશ્વની સૌથી વધુ કમાણી કરનારી મહિલા રમતવીરે તેને સહકાર આપવાનો ઇનકાર કર્યો. બોર્ડે રવિવારે કહ્યું હતું કે, જો તે ટૂર્નામેન્ટ બાદ ન્યૂઝ કોન્ફરન્સનો બહિષ્કાર કરશે તો તેને ફ્રેન્ચ ઓપનમાંથી બહાર કરી દેવામાં આવશે. એટલું જ નહીં, તેને અન્ય ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ્સમાંથી સસ્પેન્શનનો સામનો કરવો પડી શકે છે.

ખુલાસો / સંજય માંજરેકર વિવાદ મામલે જાડેજાનો ખુલાસો,ઉજવણી દરમિયાન કોમેન્ટરી બોકસ શોધતો હતો
ઓસાકાએ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. તેમણે કહ્યું કે, ખેલાડીઓને વારંવાર તે જ પ્રશ્નો પૂછવામાં આવે છે, કેટલાક પ્રશ્નો એવા છે જે તણાવમાં વધારો કરે છે. ચાર વખતનાં ગ્રાન્ડસ્લેમ વિજેતા ઓસાકાએ ટ્વિટર પર લખ્યું કે, “હું એવું કહેવા માટે લખી રહી છું કે હું રોલેન્ડ ગેરોસ દરમ્યાન કોઈ પ્રેસ નહીં કરું. મને ઘણી વાર લાગ્યું છે કે લોકોએ એથ્લેટ્સનાં માનસિક સ્વાસ્થ્ય સાથે કોઈ લેવાદેવા નથી અને જ્યારે પણ હું પ્રેસ કોન્ફરન્સ જોઉં છું અથવા કોઈ એકમાં હાજર રહું છું ત્યારે આ વાત સાચી થઇ જાય છે. અમે હંમેશાં ત્યાં બેસીને એવા પ્રશ્નોનો સામનો કરીએ છીએ જે અમને પહેલાં અનેક વખત પૂછવામાં આવી ચુક્યા છે. ઘણીવાર એવા પ્રશ્નો પૂછવામાં આવે છે કે આપણા મગજમાં શંકા થાય છે, અને હુ પોતાને તેમના આધિન નથી કરવા જઇ રહી જે મારા પર શંકા કરે છે.”

