વડોદરા/ સાંસદ રંજનબેન ભટ્ટ મતદાન બુથમાં પ્રવેશતા વિવાદ, જાગૃત નાગરિકોએ કર્યો હોબાળો 

સાંસદ રંજનબેન ભટ્ટ મતદાન બુથમાં પ્રવેશતા વિવાદ, જાગૃત નાગરિકોએ કર્યો હોબાળો 

Gujarat Vadodara Trending
chhotaudepur 7 સાંસદ રંજનબેન ભટ્ટ મતદાન બુથમાં પ્રવેશતા વિવાદ, જાગૃત નાગરિકોએ કર્યો હોબાળો 

આજરોજ રાજ્યમાં 6 મહાનગરપાલિકાની બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. ત્યારે વડોદરામાં મતદાન બુથ ઉપર સાંસદ રંજનબેન ભટ્ટે પ્રવેશ કર્યો હતો. રંજનબેન ભટ્ટ દ્વારા બુથમાં પ્રવેશ કરવામાં આવતા જાગૃત મતદારોએ વિરોધ નોધાવ્યો હતો. અને હોબાળો મચાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ નુતન સ્કુલનાં બુથમાં પ્રવેશ્યા હતા. જ્યાં સાંસદનાં પ્રવેશનો જાગૃત મતદારોએ વિરોધ નોધાવ્યો હતો. અને જાગૃત નાગરિકોઈ ભેગા મળી સાંસદ વિરુદ્ધ હોબાળો મચાવ્યો હતો. આઇકાર્ડ વિના મતદાન બુથમાં પ્રવેશ્યાનો આક્ષેપ પણ કર્યા હતા. બુથ પરના અધિકારીઓને તેમને બુથમાંથી બહાર જવા માટે કહેવાની વિનંતી કરી હતી. જોકે, વિરોધ છતાં સાંસદ  બુથમાં જતા રહ્યા હતા. જાગૃત નાગરિક દ્વારા આ ઘટનાનો વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો.

સત્તાના મદમાં ધારસભ્યો, સાંસદો, અને નેતાઓ દ્વારા અવાર નવાર ચૂંટણીપંચની આચાર સંહિતાનું ઉલંઘન કરવામાં આવતું હોય છે.

ઉલ્લેખનીય છે કે, 6 મહાનગરપાલિકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. દોઢ વાગ્યા સુધી રાજ્યમાં 19.95 ટકા મતદાન

  • જામનગરમાં સૌથી વધુ 28.05 ટકા મતદાન
  • રાજકોટમાં 22.54 ટકા, સુરતમાં 21.8 ટકા મતદાન
  • વડોદરામાં 23.47 ટકા, ભાવનગરમાં 21.7 ટકા મતદાન
  • અમદાવાદમાં સૌથી ઓછું 16.63 ટકા મતદાન