Amreli News/ મેડિકલ સ્ટુડન્ટના સ્ટાઇપેન્ડના મુદ્દે અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજમાં વિવાદના વમળમાં

અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજ ફરીથી વિવાદના વમળમાં સપડાઈ છે. ઇન્ટર્નશિપ કરતાં મેડિકલ સ્ટુડન્ટ ધરણા પર બેઠાં છે. મેડિકલ કોલેજમાં સામાન્ય રીતે સ્ટાઇપેન્ડ તરીકે 18,200 રૂપિયા આપવામાં આવે છે, પરંતુ અમરેલીની મેડિકલ કોલેજ દસ હજાર રૂપિયા જ આપે છે. તેથી સ્ટાઇપેન્ડ વધારવાની માંગ સાથે તે હોસ્પિટલમાં ધરણા પર ઉતર્યા છે.

Gujarat Others Breaking News

Amreli News: અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજ (Shantaba Medical college) ફરીથી વિવાદના વમળમાં સપડાઈ છે. ઇન્ટર્નશિપ કરતાં મેડિકલ સ્ટુડન્ટ ધરણા પર બેઠાં છે. મેડિકલ કોલેજમાં સામાન્ય રીતે સ્ટાઇપેન્ડ તરીકે 18,200 રૂપિયા આપવામાં આવે છે, પરંતુ અમરેલીની મેડિકલ કોલેજ દસ હજાર રૂપિયા જ આપે છે. તેથી સ્ટાઇપેન્ડ વધારવાની માંગ સાથે તેમણે હોસ્પિટલમાં ધરણા કર્યા છે.

મેડિકલ સ્ટુડન્ટના ધરણાના મુદ્દે કોલેજ વ્યવસ્થાપકે નિવેદન આપ્યું છે કે સરકારી મેડિકલ કોલેજમાં સરકારના નિયમ મુજબ સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. જ્યારે ખાનગી મેડિકલ કોલેજોમાં સ્ટાઇપેન્ડ મેનેજમેન્ટ નક્કી કરતું હોય છે.

જો કે અમરેલીની શાંતાબા કોલેજ માટે વિવાદનો નાતો નવી નથી. આ પહેલા પણ તેની જ શાંતાબા મેડિકલ હોસ્પિટલ વિવાદોમાં રહી ચૂકી છે. અગાઉ રાજ્યમાં બહુચર્ચિત રહેલી આ ઘટનામાં અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મોતીયાની સર્જરીમાં ગંભીર બેદરકારી માટે રાજ્ય આરોગ્ય વિભાગે તેને 5 કરોડનો દંડ ફટકારાયો હતો. આ સાથે સંપૂર્ણપણે દ્રષ્ટિ ગુમાવનારને 10 લાખ રુપિયા અને અંશત: દ્રષ્ટિ ગુમાવનારને પાંચ લાખ રુપિયાનું વળતર ચૂકવવા હોસ્પિટલને આદેશ કરવામાં આવ્યો હતો.

અમરેલી જિલ્લા સ્થિત શાંતાબા કોલેજમાં મોતીયાની સર્જરી માટે દાખલ દર્દી સાથે થયેલ બેદરકારી બદલ આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરી હતી. રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા શાંતાબા મેડિકલ કોલેજ અને હોસ્પિટલને આ ગંભીર બેદરકારી અને ગેરરીતિ બદલ 5 કરોડનો દંડ ફડકારવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે અમેરલીમાં બનેલી આ ઘટનામાં કુલ 12 જેટલા દર્દીઓ શાંતાબા મેડિકલ કૉલેજની બેદરકારીનો ભોગ બન્યા હતાં. આ દર્દીઓ પ્રત્યે માનવીય અને સંવેદનશીલ અભિગમ દાખવીને સંપૂર્ણપણે દ્રષ્ટિ ગુમાવનારને 10 લાખ જ્યારે અંશત: દ્રષ્ટિ ગુમાવનાર દર્દીને પાંચ લાખ રુપિયાનુંં વળતર ચૂકવવાનો આરોગ્ય વિભાગ દ્વારા શાંતાબા હોસ્પિટલને આદેશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત હોસ્પિટલની બેદરકારીનો ભોગ બનેલા અને સધન સારવારના અંતે દ્રષ્ટિ પાછી મેળવી હોય તેવા દર્દીને 2 લાખ રુપિયા ચૂકવવાનો આદેશ પણ કરાયો હતો.

અમરેલીની શાંતાબા હોસ્પિટલમાં 25 લોકોને મોતિયાના ઓપરેશન બાદ આડઅસર થઇ હતી, જેના પડઘા ગાંધીનગર સુધી પડ્યા હતાં.. આ સમગ્ર બાબતે આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું કે અમરેલીની શાંતાબા હોસ્પિટલમાં 25 લોકોના મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતાં. 16 તારીખ 18 તારીખ 22 અને 23 તારીખના દિવસે કુલ 17 ઓપરેશન કરવામાં આવ્યા હતાં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં ગરમીનો હાહાકાર, 13 જ દિવસમાં 72નાં મોત

આ પણ વાંચો: જૂનાગઢ કાર અને બાઇકનો અકસ્માત: બેના મોત

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોપલમાં અનધિકૃત બાંધકામ સામે ઝુંબેશ

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડને મામલે ગેમઝોનના માલિકનો SIT સમક્ષ મોટો ધડાકો, ભાજપના કોર્પોરેટરે 1.5 લાખ લઈ કરી તોડ