Not Set/ #Corona/ એક તરફ સમગ્ર વિશ્વ કોરોનાથી લડી રહ્યુ છે અને બીજી તરફ ચીન પોતાનુ…

કોરોના વાયરસ વૈશ્વિક રોગચાળા સાથે લડતા ચીને શુક્રવારે તેના ‘સ્પેસ ડે‘ નિમિત્તે તેના મંગળ મિશનનું નામ ‘તિયાનવેન-1‘ રાખ્યું છે. ચીને આ વર્ષનાં અંતે મંગળ પર ‘તિયાનવેન-1‘ લોન્ચ કરવાની યોજના બનાવી છે. 1970 માં આ દિવસે ચીને પોતાનો પ્રથમ સેટેલાઇટ દોંગ ફાંગ હોંગ-1 લોન્ચ કર્યુ હતુ. આ વર્ષે, ચીનની આ સિધ્ધિને 50 વર્ષ પૂર્ણ થયા છે. […]

World

કોરોના વાયરસ વૈશ્વિક રોગચાળા સાથે લડતા ચીને શુક્રવારે તેના સ્પેસ ડેનિમિત્તે તેના મંગળ મિશનનું નામ તિયાનવેન-1રાખ્યું છે. ચીને આ વર્ષનાં અંતે મંગળ પર તિયાનવેન-1લોન્ચ કરવાની યોજના બનાવી છે. 1970 માં આ દિવસે ચીને પોતાનો પ્રથમ સેટેલાઇટ દોંગ ફાંગ હોંગ-1 લોન્ચ કર્યુ હતુ. આ વર્ષે, ચીનની આ સિધ્ધિને 50 વર્ષ પૂર્ણ થયા છે. ભારત, અમેરિકા, રશિયા અને યુરોપિયન યુનિયનની જેમ ચીન પણ આ વર્ષે પોતાના મિશન સાથે મંગળ પર પહોંચવાનો પ્રયાસ કરશે.

ચાઇનીઝ નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (સીએનએસએ) એ મંગળ મિશનનું નામ તિયાનવેનરાખ્યું જેનો અર્થ સ્વર્ગીય સવાલ અથવા સ્વર્ગને પ્રશ્ન છે. તે ચીનનાં જાણીતા કવિ કુ યુઆન દ્વારા લખેલી એક કવિતા છે. કુ ક્વાને તિયાનવેનમાં પોતાની કવિતા દ્વારા આકાશ, તારાઓ, પ્રાકૃતિક ઘટનાઓ, દંતકથાઓ અને વાસ્તવિક દુનિયા વિશે પ્રશ્નો પૂછ્યા છે, જેમાં તેમણે સત્ય શોધવા માટેની વિભાવનાઓ અને ભાવના વિશે પણ પોતાનો સંશય વ્યક્ત કર્યો છે.

સત્તાવાર સંવાદ સમિતિ શિન્હુઆએ કહ્યું કે, સીએનએસએએ કહ્યું કે ચાઇનાનાં તમામ મંગળ સંશોધન મિશનને તિયાનવેન સીરીઝ તરીકે ઓળખવામાં આવશે, જે ચીનનાં સત્ય અને વિજ્ઞાન સંબંધિત સંશોધન અને પ્રકૃતિ અને બ્રહ્માંડની શોધ પ્રત્યે ચીનની દ્રઢતાનું પ્રતીક છે. તાજેતરનાં વર્ષોમાં, ચીન એક મુખ્ય માનવ સંચાલિત અવકાશયાન મોકલનાર એક પ્રમુખ અવકાશ શક્તિ તરીકે ઉભરી આવ્યું છે. ચાઇના હાલમાં પોતાનું સ્પેસ સ્ટેશન બનાવી રહ્યું છે. જો કે, ચીન 2011 માં એકવાર આ ક્રમમાં નિષ્ફળ ગયું છે, જ્યારે તેણે રશિયન અવકાશયાનથી યિંગહુઓ-1 ને મંગળ પર મોકલવાનો પ્રયાસ કર્યો હતો. લોકાર્પણ પછી ટૂંક સમયમાં જ યાન રસ્તો ભટકી ગયુ હતુ. અત્યાર સુધી અમેરિકા, રશિયા, યુરોપિયન યુનિયન અને ભારત મંગળ પર યાન મોકલવામાં સફળ રહ્યા છે. મંગલયાનનાં સફળ લોકાર્પણ સાથે, ભારત મંગળ મિશનમાં સફળતા પ્રાપ્ત કરનાર પ્રથમ એશિયન દેશ બન્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.