Not Set/ #Corona/ ટ્રમ્પની ચીનને ચેતવણી, જો આ ઇરાદાપૂર્વક કરવામાં આવ્યુ હશે તો….

કોરોના વાયરસનાં ચેપથી યુ.એસ.માં સૌથી વધુ મૃત્યુ થયા છે. દરમિયાન, અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ચીન વિરુદ્ધ નિવેદન આપતાં કહ્યું છે કે, તેના આના પરિણામો ભોગવવા પડશે. શનિવારે ટ્રમ્પે કહ્યું હતું કે, જો ચીને ઇરાદાપૂર્વક કોરોના વાયરસને ફેલાવવામાં આવ્યો, તો તેને પરિણામો ભોગવવા પડશે. ટ્રમ્પે કહ્યું કે જો તે ભૂલ હતી, તો તે ભૂલ સમજવામાંઆવશે. […]

World

કોરોના વાયરસનાં ચેપથી યુ.એસ.માં સૌથી વધુ મૃત્યુ થયા છે. દરમિયાન, અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ચીન વિરુદ્ધ નિવેદન આપતાં કહ્યું છે કે, તેના આના પરિણામો ભોગવવા પડશે. શનિવારે ટ્રમ્પે કહ્યું હતું કે, જો ચીને ઇરાદાપૂર્વક કોરોના વાયરસને ફેલાવવામાં આવ્યો, તો તેને પરિણામો ભોગવવા પડશે. ટ્રમ્પે કહ્યું કે જો તે ભૂલ હતી, તો તે ભૂલ સમજવામાંઆવશે. પરંતુ જો તેઓ આ હેતુસર ઇરાદાપૂર્વક જવાબદાર છે, તો તેમણે આનુ પરિણામ ભોગવવું પડશે.

આ પહેલા શુક્રવારે ટ્રમ્પે ચીનમાં કોરોના વાયરસને કારણે થયેલા મૃત્યુઆંક અંગે શંકા વ્યક્ત કરી હતી. ટ્રમ્પે એવી શંકા વ્યક્ત કરી હતી કે ચીને મૃત્યુની સંખ્યા બમણી કરી દીધી છે, પરંતુ તે યુએસનાં આંકડાની નજીક પણ નથી. ટ્રમ્પે ચીન પર માહિતી છુપાવવાનો પણ આરોપ લગાવ્યો હતો. માત્ર યુનાઇટેડ સ્ટેટ્સ જ નહીં પરંતુ બ્રિટન અને ફ્રાન્સ પણ ચીનમાં કોરોના વાયરસને કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા પર શંકા કરે છે. યુ.એસ. માં, ખેડૂતો કોરોના વાયરસનાં ચેપથી ખૂબ પ્રભાવિત છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ખેડૂતોને રાહત આપવા માટે 19 અબજ ડોલરનાં રાહત પેકેજની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આ રકમ સીધી ખેડૂતોનાં ખાતામાં જશે. આ સાથે સરકાર ખેડૂતો, ડેરી અને માંસનાં ઉત્પાદનોની ખરીદી કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.