Not Set/ UK માં ફરી ડરાવી રહ્યો છે કોરોના, જાન્યુઆરી પછી પહેલીવાર સામે આવ્યા 50 હજારથી વધુ કેસ

યુકે સરકારના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં અહીં કોરોના વાયરસના રેકોર્ડ 51,870 નવા કેસ નોંધાયા છે, જે આ વર્ષે 15 જાન્યુઆરીથી સૌથી મોટી સંખ્યા.

Top Stories World

યુકેમાં ફરી એકવાર કોરોના વાયરસના વધતા જતા કેસને કારણે સ્થિતિ ગંભીર બની રહી છે. જાન્યુઆરી પછી પહેલીવાર, એક જ દિવસમાં અહીં કોરોના વાયરસના ચેપના 50 હજારથી વધુ કેસ નોંધાયા છે.

આ સાથે છેલ્લા 24 કલાકમાં અહીં કોરોનાને કારણે 49 લોકોનાં મોત પણ થયા છે. કેટલાક પ્રતિબંધોને બાદ કરતાં, બ્રિટનમાં લોકડાઉનનાં નિયમો સોમવારથી સમાપ્ત થવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં સંક્રમણના કેસમાં વધારો ચિંતાનો વિષય બની શકે છે.

યુકે સરકારના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં અહીં કોરોના વાયરસના રેકોર્ડ 51,870 નવા કેસ નોંધાયા છે, જે આ વર્ષે 15 જાન્યુઆરીથી સૌથી મોટી સંખ્યા છે. બ્રિટનમાં 8 જાન્યુઆરીએ અત્યાર સુધીમાં 68,053 કેસ કોરોના જોવા મળ્યા હતા.

આ પણ વાંચો :રશિયામાં પ્લેન ક્રેશ, સદનસીબે મોટી જાનહાનિ ટળી , તમામ મુસાફર સુરક્ષિત

આરોગ્ય સચિવ સાજીદ જાવેદે પહેલેથી જ ચેતવણી આપી દીધી છે કે 19 જુલાઇ સુધીમાં અહીં કોરોનાના દૈનિક કેસની સંખ્યા 50,000 સુધી પહોંચી શકે છે. તે જ સમયે, તેમણે કહ્યું હતું કે આગામી સમયમાં આ સંખ્યા દરરોજ એક લાખને પણ પાર કરી શકે છે.

કેસમાં વધારો થવા છતાં, બ્રિટિશ સરકાર હજી પણ 19 જુલાઇએ ઇંગ્લેન્ડમાં તમામ પ્રતિબંધો હટાવવાની તૈયારી કરી રહી છે. જો કે, ઘણા વૈજ્ઞાનિકો કહે છે કે સરકારનું આ પગલું જોખમી હશે. ઇંગ્લેન્ડના ચીફ મેડિકલ ઓફિસર પ્રોફેસર ક્રિસ વિટ્ટીએ ચેતવણી આપી છે કે કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી શકે છે.

આ પણ વાંચો :પાકિસ્તાન આતંકવાદીઓ સામે કાર્યવાહી નહી કરે તો અમારી સેના અને મિસાઇલ તૈયાર:ચીન

તેમણે કહ્યું, “હોસ્પિટલમાં દાખલ કોવિડ દર્દીઓની સંખ્યા દર ત્રણ અઠવાડિયામાં બમણી થઈ રહી છે.” તે જ સમયે, તેમણે કહ્યું, “અમે હજી પણ આ ભયથી બહાર નથી. જો સોમવારથી લોકડાઉનનાં નિયમો હળવા કરવામાં આવે તો આ સમય દરમિયાન લોકોએ સાવચેતી રાખવી જોઈએ.”

આ પણ વાંચો :અફઘાનિસ્તાનના કંદહારમાં પુલિત્ઝર એવોર્ડ વિજેતા ભારતીય ફોટોજર્નાલિસ્ટ દાનિશની હત્યા