કોરોના/ મુંબઇમાં કોરોના વિસ્ફોટ,છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1377 કેસ, સરકાર એલર્ટ

મંગળવારે મુંબઈમાં 1,377 નવા કોરોના કેસ નોંધાયા છે, જ્યારે મહારાષ્ટ્ર રાજ્યમાં એક દિવસમાં 2172 નવા કેસ નોંધાયા છે

Top Stories India

ઓમિક્રોનના ખતરા વચ્ચે દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે. મંગળવારે મુંબઈમાં 1,377 નવા કોરોના કેસ નોંધાયા છે, જ્યારે મહારાષ્ટ્ર રાજ્યમાં એક દિવસમાં 2172 નવા કેસ નોંધાયા છે. આવી જ સ્થિતિ દેશની રાજધાની દિલ્હીની પણ છે, જ્યાં 496 નવા કોરોના કેસ નોંધાયા છે. આ આંકડો 4 જૂન પછી સૌથી વધુ છે. બીજી તરફ, દિલ્હી સરકારે શાળા બંધ કરવાનો આદેશ જારી કર્યો છે, જ્યારે ઘણા નિયંત્રણો પણ લાગુ કરવામાં આવ્યા છે.

દેશમાં ઓમિક્રોનનો ખતરો વધી રહ્યો છે. દિલ્હી બાદ મહારાષ્ટ્રમાં પણ કોરોનાના રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. દિલ્હીમાં સાત મહિના પછી 496 કોરોના કેસ નોંધાયા છે, જ્યારે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2172 નવા કેસ નોંધાયા છે. એકલા મુંબઈ શહેરમાં જ કોરોનાના 1377 નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 55 ટકા કોરોના સંક્રમિત મુંબઈમાં નોંધાયા છે. BMC અનુસાર, 338 દર્દીઓ સાજા થયા બાદ રજા આપવામાં આવી હતી.

વહીવટીતંત્રે ઓમિક્રોન વેરિઅન્ટના વધતા જતા કેસ અને કોરોનાના સંભવિત ત્રીજી લહેરનો  સામનો કરવા માટે તૈયારી કરી લીધી છે. આર્થિક રાજધાની મુંબઈમાં કોરોના અને તેના નવા પ્રકાર Omicron ના કેસ ઝડપથી વધી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકાર આ ખતરાને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. મલાડના કોવિડ સેન્ટરમાં ખાસ કરીને બાળકો પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. બાળકો માટે રમવાનો વિસ્તાર. બાળકોના વાલીઓ માટે પેરેન્ટ્સ રૂમ અને યોગ કરવા માટે જગ્યા પણ આપવામાં આવી છે.

જો કોવિડ સેન્ટરમાં કોઈપણ દર્દીને ડાયાલિસિસ, સીટી સ્કેન, પેથોલોજી લેબમાં તપાસની જરૂર હોય તો તેણે આ માટે બહારની અન્ય કોઈ હોસ્પિટલમાં જવાની જરૂર નથી. આ કોવિડ સેન્ટરમાં જ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં, 2D ECHO અને સોનોગ્રાફીનું સેટઅપ પણ કરવામાં આવ્યું છે. 2200 બેડ ધરાવતું કોવિડ સેન્ટર સંપૂર્ણપણે ઓક્સિજનયુક્ત છે. દરેક બેડ સુધી દર્દીઓને ઓક્સિજન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. બાળકો માટે અલગથી 190 બેડ બનાવવામાં આવ્યા છે, જેમાં 40 પીડિયાટ્રિક ઇન્સેન્ટિવ કેર યુનિટ છે. કોવિડ સેન્ટરમાં કુલ 190 ICU બેડ છે. આ કેર સેન્ટર સંપૂર્ણપણે અત્યાધુનિક તબીબી સુવિધાઓથી સજ્જ છે.