Covid-19/ ઓમિક્રોનનાં કહેર વચ્ચે દેશમાં ઘટી રહ્યા છે કોરોનાનાં કેસ, આજે નોંધાયા માત્ર આટલા કેસ

શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ભારતમાં કોરોનાનાં 7,447 નવા કેસ નોંધાયા છે. સરકારી આંકડા મુજબ, 391 નવા મૃત્યુ સાથે મૃત્યુઆંક વધીને 4,76,869 થયો છે. 

Top Stories India
Covid19

દુનિયાભરમાં કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે આ વેરિઅન્ટથી ભારતમાં પણ ચિંતા વધી ગઇ છે. વિશ્વમાં કોરોના વાયરસનાં સંક્રમિત કેસોની સંખ્યા વધીને 272,860,151 થઈ ગઈ છે. જોન હોપકિન્સ યુનિવર્સિટીનાં જણાવ્યા અનુસાર, આ વાયરસને કારણે અત્યાર સુધીમાં 5,335,758 લોકોનાં મોત થયા છે. વળી, અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં 8,588,425,101 લોકોને કોવિડની રસી આપવામાં આવી છે.

આ પણ વાંચો – 71ના યુદ્ધની કહાની / જ્યારે અમેરિકા પાકિસ્તાનની મદદ કરવા ભારત સામે આવી રહ્યું હતું ત્યારે રશિયાએ આ રીતે રોક્યો હતો

શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ભારતમાં કોરોનાનાં 7,447 નવા કેસ નોંધાયા છે. સરકારી આંકડા મુજબ, 391 નવા મૃત્યુ સાથે મૃત્યુઆંક વધીને 4,76,869 થયો છે. દેશમાં આ મહામારીનાં સક્રિય કેસોની સંખ્યા ઘટીને 86,415 થઈ ગઈ છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછી છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, ભારતનો હાલનો રિકવરી રેટ 98.38 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે. દૈનિક પોઝિટિવિટી રેટ 0.59% પર નોંધવામાં આવ્યો હતો. છેલ્લા 73 દિવસમાં તે 2 ટકાથી ઓછો છે. મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, સાપ્તાહિક પોઝિટિવિટી રેટ, 0.63 ટકા, છેલ્લા 33 દિવસથી 1 ટકાથી નીચે છે. સંક્રમણમાંથી સાજા થનારા દર્દીઓની સંખ્યા વધીને 3,41,62,765 થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19 રસીનાં ડોઝની કુલ સંખ્યા 135.99 કરોડને વટાવી ગઈ છે. ગુરુવારે 70,46,805 લોકોને રસી આપવામાં આવી હતી. આ સાથે 12,59,932 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ભારતમાં કોવિડ-19નો આંકડો 7 ઓગસ્ટ, 2020નાં રોજ 20 લાખ, 23 ઓગસ્ટનાં રોજ 30 લાખ, 5 સપ્ટેમ્બરે 40 લાખ અને 16 સપ્ટેમ્બરે 50 લાખને વટાવી ગયો હતો.

તે 28 સપ્ટેમ્બરે 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ, 20 નવેમ્બરે 90 લાખ અને ગયા વર્ષે 19 ડિસેમ્બરે એક કરોડને પાર કરી ગયો હતો. દેશે આ વર્ષે 4 મેના રોજ બે કરોડ કોવિડ-19 કેસના ગંભીર માઇલસ્ટોનને પાર કર્યો અને 23 જૂને ત્રણ કરોડનો આંકડો પાર કર્યો.