દેશમાં કોરોનાની બીજી લહેર મંદ પડી રહી છે હાલ કોરોનાના નવા સંક્રમણના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે .ભારતમાં કોરોનાની સ્થિતિ હાલ કંટ્રોલમાં આવી છે ,કોરોનાના કેસો ક્રમશ પ્રતિદિન ઘટી રહ્યા છે તે સારા સમાચાર છે,કોરનાના કેસમાં ઘટાડો થતાં જનજીવન સામાન્ય બન્યું છે અનેક રાજ્યોએ શરતી છૂટછાટ સાથે કોરોનાની ગાઇડલાઇનનું અમલ કરવું પડષે,હાલ ભારતમાં કોરોનાની સ્થિતિ છેલ્લા 3 મહિનામાં નીચલી સપાટીએ પહોચ્યું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના નવા 31 હજાર કેસો નોંધાયા છે.
દેશમાં કોરોનાની રફતાર ઓછી થઇ ગઇ છે જેના લીધે રાજ્યોએ લોકડાઉન હટાવીને અનલોક કરવાની પ્રક્રીયા હાથ દરી છે અને દેશમાં હાલ જનજીવન સામાન્ય બન્યું છે પરતું હજી પણ કેરળ અને મુંબઇમાં નવા સંક્રમણના કેસો થોડા ચિંતાજનક છે,નિષ્ણાતોના મતે દેશમાં ત્રીજી લહેર આવશે, દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા કેસોની સંખ્યા 31 હજાર છે અને લોકો કોરનાને માત આપીને સાજી થઇ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં પચાસ હજાર રિકવરીના કેસ સામે આવ્યો છે. રિકવરીના કેસમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસ ઘટીને સવા ચાર લાખની સપાટીએ પહોચ્યા છે. પરતું છેલ્લા 24 કલાકમાં ટેસ્ટની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. 24 કલાકમાં 14.43 લાખ ટેસ્ટ થયા છે .
ભારત સરકાર ત્રીજી લહેર આવે તે પહેલા અગમચેતી પગલાં લઇ રહી છે અને વેક્સિનેશન અભિયાન પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે કોરોનાના કેસો ઘટતા લોકો અનલોક થયાં છે તો ફરવા જઇ રહ્યા છે અને પ્રવાસી સ્થળ પર ભીડ થઇ રહી છે તેને ધ્યાનમાં લઇને સરકારે આકરા પગલાં લીધા છે કોવિડ નેગેટિવ રિપોર્ટ અનિવાર્ય કરી દીધા છે.
છેલ્લાં 24 કલાકમાં 31 હજાર નવા કેસ
નવા કેસમાં રિકવરીમાં મોટો ઉછાળો
છેલ્લાં 24 કલાકમાં અડધો લાખ રિકવરી
એક્ટિવ કેસ ઘટીને હવે સવા ચાર લાખ
24 કલાકમાં જો કે ટેસ્ટની સંખ્યા ઘટી
છેલ્લાં 24 કલાકમાં 14.43 લાખ ટેસ્ટ
