કોરોના/ રશિયામાં કોરોના વિસ્ફોટ એક જ દિવસમાં કોરોનાથી 1 હજારનાં મોત

રશિયામાં કોરોના મહામારીનો જીવલેણ પ્રકોપ જોવા મળી રહ્યો છે. રશિયામાં પ્રથમ વખત, એક દિવસમાં કોરોનાથી મૃત્યુઆંક એક હજારને વટાવી ગયો છે

World

કોરોના રોગચાળો હજુ પણ નિયાના ઘણા દેશોમાં તબાહી મચાવી રહ્યો છે. હાલમાં, રશિયામાં પરિસ્થિતિ ખરાબ છે અને કોરોનાને કારણે મૃત્યુ દરરોજ એક નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. બ્રાઝિલમાં કોરોનાને કારણે મૃત્યુમાં પણ વધારો થયો છે. અમેરિકામાં કોરોનાના કેસો ધીરે ધીરે ઘટી રહ્યા છે, પરંતુ હજુ પણ રોગચાળાને કારણે દરરોજ એક હજારથી વધુ મોત થઈ રહ્યા છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, વિશ્વભરમાં કોરોનાના કેસો વધીને 240 મિલિયનથી વધુ થઈ ગયા છે જ્યારે 48.8 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

રશિયામાં કોરોના મહામારીનો જીવલેણ પ્રકોપ જોવા મળી રહ્યો છે. રશિયામાં પ્રથમ વખત, એક દિવસમાં કોરોનાથી મૃત્યુઆંક એક હજારને વટાવી ગયો છે. સમાચાર એજન્સી એપીના અહેવાલ અનુસાર, છેલ્લા 24 કલાકમાં રશિયામાં 33,208 કેસ નોંધાયા છે જ્યારે 1,002 લોકોના મોત થયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયા કોરોનાની નવી લહેરનો સામનો કરી રહ્યું છે. એક દિવસ પહેલા શુક્રવારે, રશિયામાં કોરોનાથી 999 લોકોના મોત થયા હતા. રશિયામાં કોરોના ચેપના 7,804,750 કેસ નોંધાયા છે.