Covid-19/ કોરોના બન્યો બેકાબૂ, છેલ્લાં 24 કલાકમાં 25 હજાર નવા કેસ, મહારાષ્ટ્રમાં રેકોર્ડ કેસ સામે આવ્યા

દેશમાં કોરોનાવાયરસ રોગચાળનું સંકટ ઝડપથી વધી રહ્યું છે. રસીકરણની વચ્ચે રોગચાળાએ સરકારની ચિંતા વધારી દીધી છે. દરરોજ રેકોર્ડ સ્તર પર નવા આંકડાઓ બહાર આવી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25 હજાર નવા કેસ નવા કેસ નોંધાયા છે. જ્યારે એકલાં મહારાષ્ટ્રમાં જ 15,800 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન અનેક દર્દીઓના મોત પણ થયા. […]

India
corona case કોરોના બન્યો બેકાબૂ, છેલ્લાં 24 કલાકમાં 25 હજાર નવા કેસ, મહારાષ્ટ્રમાં રેકોર્ડ કેસ સામે આવ્યા

દેશમાં કોરોનાવાયરસ રોગચાળનું સંકટ ઝડપથી વધી રહ્યું છે. રસીકરણની વચ્ચે રોગચાળાએ સરકારની ચિંતા વધારી દીધી છે. દરરોજ રેકોર્ડ સ્તર પર નવા આંકડાઓ બહાર આવી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25 હજાર નવા કેસ નવા કેસ નોંધાયા છે. જ્યારે એકલાં મહારાષ્ટ્રમાં જ 15,800 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન અનેક દર્દીઓના મોત પણ થયા.

એક મહિના પછી મુંબઇમાં 1600 થી વધુ નવા રોગચાળાના કેસ નોંધાયા છે. અહીં છેલ્લા 24 કલાકમાં 1,646 નવા કેસ નોંધાયા છે. તમને જણાવી દઇએ કે 10 માર્ચે મુંબઇમાં દરરોજના કેસમાં  1500નો આંક વટાવી ગયો હતો. તે દિવસે 1539 નવા કેસ નોંધાયા હતા. આજે આંકડામાં ઉછાળો જોવા મળ્યો હતો.

શહેરમાં કોરોના કેસનો આંકડો ફરી ડબલ ફીગર પર પહોંચ્યો

મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય
મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધુ કોરોનાથી પ્રભાવિત રાજ્ય છે. અત્યાર સુધીમાં કોરોનાના 2,252,057 કેસ નોંધાયા છે જ્યારે આ રોગચાળાને કારણે 52,610 લોકોએ જીવ ગુમાવ્યો છે. ગયા અઠવાડિયે, દેશમાં કુલ 128,599 કોરોના કેસ હતા. જેમાંથી મહારાષ્ટ્રમાં અડધાથી વધુ કેસ નોંધાયા હતા.

અન્ય રાજ્યની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 15,800 કેસ નોંધાયા છે. જ્યારે પુણેમાં 24 કલાકમાં 3200થી વધુ કેસ સામે આવ્યા છે. બીજી તરફ નાગપુરમાં 2000થી વધુ, પંજાબમાં 24 કલાકમાં 1400 નવા કેસ અને કર્ણાટકમાં 833 નવા કેસ નોંધાયા છે. એક્ટિવ કેસની સંખ્યા હવે 1.99 લાખ સુધી પહોંચી ગઇ છે.