Not Set/ ધુમ્રપાન કરનારાઓ માટે કોરોના અતિ ગંભીર છે : WHO

કોરોના ધુમપ્રાન કરનારાઓ માટે જોકમી બની જાય છે.

World
SMOKING 1 ધુમ્રપાન કરનારાઓ માટે કોરોના અતિ ગંભીર છે : WHO

સમગ્ર વિશ્વ કોરોના મહામારીના લીધે સંકજામાં આવી ગયું અને હજીપણ કોરોના સંક્રમણ સંપૂર્ણપણે નાબુદ થયો નથી,આ બિમારી કયારે પણ વધી શકે છે તેના લીધે અગમચેતી અને સાવચેતીના પગલાં અનિવાર્ય છે.કોરોનાની મહામારીએ ઓક્સિજનના અભાવને લીધે શ્વાસ લેવામાં તકલીફ અને ફેફસા મજબૂત કરવાની જરૂરિયાત ઉદભવી છે.વિશ્લ આરોગ્ય સંગઠને જણાવ્યું હતું કે ધુમપ્રાન કરનાર વ્યક્તિઓને કોરોના થવાનું જોખમ 50 ટકા વધારે હોય છે. ધુમપ્રાન કરવાથી ફેફસા નબળા પડે છે. વિશ્વ આરોગ્ય સંગઠનના મહાનિર્દેશક ડૉ.ટેડ્રોસ અધનોમ ધેબ્રેયેસસે જણાવુયું હતું કે ધુમ્રપાન કરનારને કોરોનાથી મોત થવાનુ જોખમ 50 ટકા વધારે છે. કોરનાવાયરસથી બચવા માટે ધુમ્રપાન છોડી દેવુ હિતાવહ છે. ધુમ્રપાનના લીધે કેન્સર,હાર્ટએટેક, અને શ્વાસ લેવાની બીમારીઓ પણ વધારે થાય છે.

આ સંદર્ભે, નારાયણા હોસ્પિટલ ગુરુગ્રામના સલાહકાર અને સર્જન, હેડ અને નેક ઓન્કોલોજી ડો. શિલ્પી શર્મા સમજાવે છે કે જે લોકો આજે ધૂમ્રપાન કરે છે, તેઓએ આ વ્યસન છોડવાના બીજા કારણ તરીકે કોવિડ રોગચાળો જોવો જોઈએ. તેઓએ કોવિડની તીવ્રતાથી પીડાતા અને ફેફસાની ક્ષમતા ગુમાવી રહેલા દર્દીઓ વિશેની માહિતી લઈને તંદુરસ્ત ફેફસાંનું મહત્વ સમજવું જોઈએ, અને તેમના ફેફસાંને આ ધીમી ઝેરથી બચવા માટે નિર્ધાર કરવો જોઇએ.  સૌ પ્રથમ સમજો કે ફેફસાં તંદુરસ્ત છે, ચેપગ્રસ્ત વ્યક્તિની ક્ષમતા વધુ સારી છે. પુનઃપ્રાપ્ત કરવા માટે આવી સ્થિતિમાં, જો ધૂમ્રપાન કરનારના ફેફસાં તુલનાત્મક રીતે નબળા હોય, તો કોવિડ ઇન્ફેક્શન પછી ગંભીર ન્યુમોનિયા થવાનું જોખમ વધારે છે.

દિલ્હી ડાયાબિટીઝ રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર ડૉ..એ.કે. ઝીંગને આ સંદર્ભમાં જણાવ્યું છે કે ધૂમ્રપાન કરનારાઓ કોવિડ -19 નો વધુ ઘાતક છે તેનું મુખ્ય કારણ એ છે કે તેમનું શરીર વાયરસના આક્રમણનો પ્રતિકાર કરી શકતા નથી અને ફેફસાંને નબળા બનાવે છે. જેના કારણે તેમને અન્ય લોકો કરતા વધારે ઓક્સિજન અને વેન્ટિલેટરની જરૂર પડે છે.