president of ukraine/ ઝેલેન્સકી FIFA WORLD CUPની ફાઇનલમાં શાંતિનો સંદેશ આપી શકશે નહીં,આયોજકોએ વિનંતી નકારી

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ ફૂટબોલ વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં શાંતિનો સંદેશ આપવા વિનંતી કરી હતી પરંતુ ફીફાએ તેને નકારી કાઢી હતી

Top Stories World
6 18 ઝેલેન્સકી FIFA WORLD CUPની ફાઇનલમાં શાંતિનો સંદેશ આપી શકશે નહીં,આયોજકોએ વિનંતી નકારી

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ ફૂટબોલ વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં શાંતિનો સંદેશ આપવા વિનંતી કરી હતી પરંતુ ફીફાએ તેને નકારી કાઢી હતી. ટૂર્નામેન્ટની ફાઈનલ કતારમાં રવિવારે રાત્રે 8.30 કલાકે ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે રમાશે. સીએનએનએ અહેવાલ આપ્યો હતો કે ઝેલેન્સકીએ રમતની શરૂઆત પહેલા શાંતિનો સંદેશ આપવા વિનંતી કરી હતી, પરંતુ વર્લ્ડ કપના આયોજક ફિફાએ તેમની વિનંતીને ફગાવી દીધી હતી

રિપોર્ટ અનુસાર, ઝેલેન્સ્કી મેચ પહેલા સ્ટેડિયમમાં રહેલા પ્રશંસકોને વીડિયો મેસેજ કરવા માંગતા હતા, પરંતુ તેને FIFA તરફથી મળેલા નેગેટિવ રિસ્પોન્સથી આશ્ચર્ય થયું હતું. જો કે, સીએનએનએ અહેવાલ આપ્યો છે કે યુક્રેન અને રમતના સંચાલક મંડળ FIFA વચ્ચે વાતચીત હજુ પણ ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે  યુક્રેનના રાષ્ટ્રપતિ આ પહેલા પણ અન્ય દેશોની સંસદ અને સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિશ્વ મંચ પર ઘણી વખત શાંતિ અને મદદની અપીલ કરી ચૂક્યા છે. તેણે ઈઝરાયલની સંસદ, અમેરિકી ધારાશાસ્ત્રીઓ, ગ્રેમી એવોર્ડ્સ, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ અને જી-20 સમિટમાં શાંતિનો સંદેશ આપ્યો હતો અને વિશ્વ સમુદાય પાસેથી મદદ માંગી હતી. ઝેલેન્સકીએ સીન પોલ અને ડેવિડ લેટરમેન સહિત વિવિધ પત્રકારો અને જાણીતા મનોરંજનકારોને ઇન્ટરવ્યુ પણ આપ્યા છે.