Not Set/ ‘કોરોના’ના દર્દીઓનો ઠંડાકાળજે જીવ લઇ રહી છે આ બિમારી, જાણો લક્ષણો

પાછલા વર્ષે માર્ચમાં ઇન્ડોનેશિયાની હોસ્પિટલમાં તાવ અને ઉધરસના લક્ષણોની સાથે એક કોરોનાનો દર્દી આવ્યો હતો. આ દર્દી એકદમ સાજો જણાતો હતો અને આરામથી ચાલી પણ રહ્યો હતો, લોકો સાથે વાત પણ કરી રહ્યો હતો અને મોબાઇલમાં કંઇક જોઇ પણ રહ્યો હતો. તેનું બ્લડ પ્રેસર, પલ્સ અને બોડી ટ્રેમ્પ્રેચર પણ સામાન્ય હતું. કુલ મળીને તેને કોઇ […]

Mantavya Exclusive India
INDIA HOSPITAL ‘કોરોના’ના દર્દીઓનો ઠંડાકાળજે જીવ લઇ રહી છે આ બિમારી, જાણો લક્ષણો

પાછલા વર્ષે માર્ચમાં ઇન્ડોનેશિયાની હોસ્પિટલમાં તાવ અને ઉધરસના લક્ષણોની સાથે એક કોરોનાનો દર્દી આવ્યો હતો. આ દર્દી એકદમ
સાજો જણાતો હતો અને આરામથી ચાલી પણ રહ્યો હતો, લોકો સાથે વાત પણ કરી રહ્યો હતો અને મોબાઇલમાં કંઇક જોઇ પણ રહ્યો હતો. તેનું બ્લડ પ્રેસર, પલ્સ અને બોડી ટ્રેમ્પ્રેચર પણ સામાન્ય હતું. કુલ મળીને તેને કોઇ મુશ્કેલી જોવાતી ન હતી. પણ ડોક્ટરોએ જ્યારે તેનું ઓક્સિજન લેવલ ચેક કર્યુ તો તે 77 હતું.
INDIA HOSPITAL 1 ‘કોરોના’ના દર્દીઓનો ઠંડાકાળજે જીવ લઇ રહી છે આ બિમારી, જાણો લક્ષણો

સામાન્ય દર્દીનું ઓક્સિજન લેવલ આટલું ઓછી જોઇને ડોક્ટર પણ ગભરાઇ ગયા. દર્દીની આવી સ્થિતીને હેપ્પી-હાઇપોક્સિયા કહેવામાં
આવે છે. કોરોનાના દર્દીમાં હેપ્પી-હાઇપોક્સિયાનો આ પહેલો કેસ હતો. જેમાં દર્દીને પોતે પણ ખબર નથી પડતી કે તેનું ઓક્સિજન લેવલ ઓછું થઇ ગયું છે.

INDIA HOSPITAL 2 ‘કોરોના’ના દર્દીઓનો ઠંડાકાળજે જીવ લઇ રહી છે આ બિમારી, જાણો લક્ષણો

હેપ્પી-હાઇપોક્સિયામાં દર્દીને કોઇ પણ પ્રકારના લક્ષણો જોવા નથી મળતા અને અચાનક તેનું ઓક્સિજન લેવલ ઘટી જાય છે. ભારતમાં હેપ્પી-હાઇપોક્સિયાનો પહેલો કેસ જુલાઇમાં સામે આવ્યો હતો પણ કોરોનાની બીજી લહેરમાં આવા કેસો અચાનક વધી ગયા છે.
02 Hipoxiya ‘કોરોના’ના દર્દીઓનો ઠંડાકાળજે જીવ લઇ રહી છે આ બિમારી, જાણો લક્ષણો

કોરોનાના દર્દીઓમાં હેપ્પી-હાઇકોપોક્સિયાઃ
હેપ્પી-હાઇકોક્સિયામાં ઓક્સિજન લેવલ સામાન્યથી ઓછું થવા લાગે છે. એક સ્વસ્થ વ્યક્તિનું ઓક્સિજન સેચ્યુરેશન 94થી ઉપર રહેતું હોય છે. ઓક્સિમીટર મારફતે સરળતાથી તેને માપી શકાય છે. ઓક્સિજન ઓછું થવાની અસર, રૂદય, ફેફસા, મગજ અને કિડની સહીતના અનેક અંગો પર પડવા લાગે છે.

INDIA HOSPITAL 3 ‘કોરોના’ના દર્દીઓનો ઠંડાકાળજે જીવ લઇ રહી છે આ બિમારી, જાણો લક્ષણો

શું હોય છે હેપ્પી-હાઇપોક્સિયા?
હાઇકોપક્સિયા ત્યારે થાય છે જ્યારે ફેફસામાં ઓક્સિજન લેવામાં અને નસો મારફતે શરીરના બીજા અંગોમાં મોકલવાની ક્ષમતા ઓછી થવા લાગે છે. એ ત્યારે પણ થઇ શકે છે જ્યારે કેટલાક બ્લોકેઝના લીધે રકતવાહીકાઓ શરીરમાં સંપુર્ણ રીતે લોહી મોકલી શકતી નથી.
INDIA HOSPITAL 4 ‘કોરોના’ના દર્દીઓનો ઠંડાકાળજે જીવ લઇ રહી છે આ બિમારી, જાણો લક્ષણો

કોરોના વાયરસ મુખ્યરૂપથી ફેફસા, લોહીની નસો અને શ્વસન પ્રણાલી પર અસર કરે છે. સંક્રમણના લીધે ફેફસા બરાબર રીતે કામ કરી શકતા નથી. અને તેના લીધે રક્તવાહીનીઓમાં સોજો આવી જાય છે. નસોમાં સોજાને લીધે ગાંઠો બની જાય છે. અને બ્લડફ્લોમાં અડચણ પેદા થવા લાગે છે. તેના લીધે માથુ દુખવું અને શ્વાસ લેવામાં તકલીફ અનુભવાય છે.

black fungas 7 1 ‘કોરોના’ના દર્દીઓનો ઠંડાકાળજે જીવ લઇ રહી છે આ બિમારી, જાણો લક્ષણો

જો કે Covid-19 ના દર્દીઓમાં હેપ્પી-હાઇપોક્સિયાના શરૂઆતના લક્ષણો જોવા મળતા નથી અને આગળ જઇને તેના વિશે ખબર પડે છે. ડોક્ટર કોરોનાના દર્દીઓને આ સ્થિતીમાં ખુબ જ ગંભીર માને છે. બિહારના ભાગલપુરના જવાહરલાલ નહેરૂ મેડિકલ કોલેજના મેડિસિન વિભાગના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર રાજકમલ ચૌધરી કહે છે કે હોસ્પિટલમાં દાખલ થતા કોવિડ-૧૯ના દર્દીઓમાંથી ૩૦ ટકામાં હેપ્પી-હાઇપોક્સિયા હોય છે.

coronavirus ‘કોરોના’ના દર્દીઓનો ઠંડાકાળજે જીવ લઇ રહી છે આ બિમારી, જાણો લક્ષણો

આવા દર્દીઓમાં ઓક્સિજન સેચ્યુરેશન 20-30 ટકા નિચે થતુ રહે છે. હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓનું મોતનું મુખ્ય કારણ પણ તે હોય છે. દિલ્હી-NCRમાં દર્દીઓની સારવાર કરતાં ડોક્ટરોનું કહેવુ છે કે કોરોનાની બીજી લહેરમાં હાઇપોક્સિયા યુવાનોમાં વધારે જોવા મળ્યો છે. કેટલાક લોકો એ વાતની આશંકાઓ વ્યક્ત કરે છે કે કોરોનાથી થતા મોત પાછળ એક કારણ આ પણ છે.
03 Happy ‘કોરોના’ના દર્દીઓનો ઠંડાકાળજે જીવ લઇ રહી છે આ બિમારી, જાણો લક્ષણો

કેવી રીતે કરવી ઓળખ?
આવી સ્થિતીમાં ઓક્સિજન સેચ્યુરેશન પર નજર રાખવાથી મદદ મળી શકે છે. ડોક્ટર Covid-19ના દર્દીઓને ઓક્સિમીટર મારફતે નિયમિતરૂપથી તેમનું ઓક્સિજન લેવલ ચેક કરવાની સલાહ આપે છે. જો તે 90%થી ઓછુ થઇ જાય છે તો તરત જ તેને ઓક્સિજનની જરૂર પડે છે. ઓક્સિજન ન મળવાથી તેની અસર બાકીના અંગો પર પડવાની ઝડપથી શરૂ થઇ જાય છે.

black fungas 5 1 ‘કોરોના’ના દર્દીઓનો ઠંડાકાળજે જીવ લઇ રહી છે આ બિમારી, જાણો લક્ષણો

ઉધરસ, ગળામાં ખરાશ, તાવ અને માથુ દુખવુ કોરોના વાયરસના સામાન્ય લક્ષણો છે પણ તે ઉપરાંત તમને હેપ્પી-હાઇપોક્સિયાની ઓળખ માટે કેટલાક વધુ લક્ષણોને જાણવા જરૂરી છે. હોઠ લીલા પડી જવા, ચામડીના કલરમાં બદલાવ, વગર મહેનતે શરીરમાંથી વધારે પસીનો આવવો હેપ્પી-હાઇપોક્સિયાના લક્ષણો હોઇ શકે છે. તે આગળ પડશે કે તમે ઓક્સિમીટરથી તેની સતત તપાસ કરતાં રહો.
01 Hipoxiya Su KArvu 00000 ‘કોરોના’ના દર્દીઓનો ઠંડાકાળજે જીવ લઇ રહી છે આ બિમારી, જાણો લક્ષણો

શું કરવું.?
જો તમારૂ ઓક્સિજન સેચ્યુરેશન 94%થી ઓછુ થઇ રહ્યુ હોય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો. હોમ આઇસોલેશનમાં રેતા દર્દીઓએ રાહત માટે ડોક્ટર પ્રોનિંગ કરવાની સલાહ આપી શકે છે. ઓક્સિજન લેવલ 90%થી ઓછું થાય તો દર્દીને વેન્ટિલેટર સપોર્ટની જરૂર પડી શકે છે. અને દર્દીને તરત જ હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ અપાય છે.