કોરોના/ રાજકોટમાં આવેલી વિદેશી યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ

આજે ગુજરાતના રાજકોટમાં વિદેશથી આવેલી  યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેના લીધે હાલના માહોલમાં ખળભળાટ મચી ગયો છે. આ યુવતી ઓસ્ટ્રેલિયાથી આવી છે. 

Top Stories India
1 266 રાજકોટમાં આવેલી વિદેશી યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ
  • રાજકોટમાં યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ
  • વિદેશથી આવેલી યુવતીનો રિપોટ પોઝિટીવ
  • ઓસ્ટ્રેલીયાથી આવી હતી યુવતી
  • જાગનાથ પરા વિસ્તારમાં મેડિકલની ટીમ પહોંચી

માત્ર ચીનમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં વિશ્વભરમાં 5.37 લાખ કેસ નોંધાયા છે.તે જ સમયે, આ સમયગાળા દરમિયાન 1396 લોકોએ જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં જાપાનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. એટલું જ નહીં અમેરિકામાં પણ 50 હજારથી વધુ કેસ નોંધાયા છે. બીજી તરફ ચીનમાં કોરોનાથી તબાહી ચાલુ છે. અહીં માત્ર કેસો જ ઝડપથી વધી રહ્યા છે એટલું જ નહીં પરંતુ રોગચાળાને કારણે લોકો પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે.કોરોના મામલે ભારત એલર્ટ થઇ ગયું છે. આજે ગુજરાતના રાજકોટમાં વિદેશથી આવેલી  યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેના લીધે હાલના માહોલમાં ખળભળાટ મચી ગયો છે. આ યુવતી ઓસ્ટ્રેલિયાથી આવી છે.

ઉલ્લ્ેખનીય છે કે રાજકોટમાં ઓસ્ટ્રેલિયાથી આવેલી યુવતીનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે. જાગનાથ પરા વિસ્તારની મેડિકલ ટીમ તપાસ અર્થે ત્યાં પહોંચી છે. ગુજરાતમાં આજે કેબિનેટ બેઠક પણ મળવાની છે આ બેઠકમાં કોરોના પર ચર્ચા થશે. આ ઉપરાંત વિશ્વમાં કોરોનાના વધતા કેસને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક બોલાવી છે..