Not Set/ રાજકોટમાં કોરોનાની રફતાર યથાવત, આજે 66 મોત, નવા પોઝિટિવ કેસ 304, કોરોના વોરિયર ASI અમૃતભાઈ રાઠોડનું અવસાન

રાજકોટમાં કોરોના ની સ્થિતિમાં સુધારો થાય તેવું રાજકોટના નાગરિકો અને તંત્ર ઇચ્છી રહ્યા આમ છતાં રાજકોટમાં જ સ્થિતિ ઉપસ્થિત થઈ છે તેનીઆમ છતાં રાજકોટમાં જ સ્થિતિ ઉપસ્થિત થઈ છે તેની સામે તંત્ર વામણું પુરવાર થઈ રહ્યું છે.

Top Stories Rajkot Gujarat
hotspot 10 રાજકોટમાં કોરોનાની રફતાર યથાવત, આજે 66 મોત, નવા પોઝિટિવ કેસ 304, કોરોના વોરિયર ASI અમૃતભાઈ રાઠોડનું અવસાન

રાજકોટમાં કોરોના ની સ્થિતિમાં સુધારો થાય તેવું રાજકોટના નાગરિકો અને તંત્ર ઇચ્છી રહ્યા આમ છતાં રાજકોટમાં જ સ્થિતિ ઉપસ્થિત થઈ છે તેનીઆમ છતાં રાજકોટમાં જ સ્થિતિ ઉપસ્થિત થઈ છે તેની સામે તંત્ર વામણું પુરવાર થઈ રહ્યું છે.રાજકોટમાં કોરોનાની રફતાર યથાવત રહી છે આજે વધુ 66 દર્દીઓના મોત થયા છે. તેમજ બપોરે 12 વાગ્યા સુધીમાં 304 દર્દીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે.ગઈકાલ સુધીમાં રાજકોટમાં 12815 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 663 દર્દીઓ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું તેમજ 479 દર્દીઓને સારવાર બાદ સાજા થઇ જતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

કોરોના રિપોર્ટ નેગેટિવ હતો છતાં શ્વાસ લેવામાં તકલીફના કારણે જીવ ગુમાવનાર ASI અમૃતભાઇને શોક સલામી આપવામાં આવી

રાજકોટ શહેરમાં બી ડિવિઝન પોલીસ મથકમાં એ.એસ.આઇ તરીકે ફરજ બજાવતા અને રામનાથ પરા પોલીસ લાઈનમાં રેતા મળતાવડા સ્વભાવના 47 વર્ષીય અમૃતભાઈ માયાભાઈ રાઠોડ નામના એ.એસ.આઇની તબિયત લથડી હતી તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ શ્વાસમાં તકલીફ હોય દાખલ કરવામાં આવ્યા હતા. અહીં સાંજે તેમણે અંતિમ શ્વાસ લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.શહેર પોલીસ દ્વારા સ્વર્ગીય અમૃતભાઈ રાઠોડને સિવિલ હોસ્પિટલ ખાતે શોક સલામી આપવામાં આવી હતી. તેઓ તેમના પરિવારમાં સંતાનો એક પુત્ર અને બે પુત્રી અને વિલાપ કરતા છોડી ગયા છે. બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવતા સ્નેહીજનોમાં શોકની લાગણી જોવા મળી હતી.

147450l રાજકોટમાં કોરોનાની રફતાર યથાવત, આજે 66 મોત, નવા પોઝિટિવ કેસ 304, કોરોના વોરિયર ASI અમૃતભાઈ રાઠોડનું અવસાન

બપોર સુધીમાં નવા કેસ 304

તા. 19/04/2021 ના કુલ ટેસ્ટ  12185, કુલ પોઝિટિવ  663, પોઝિટીવ રેઈટ  5.44 %,કુલ ડીસ્ચાર્જ 479

 આજે તા. 20/04/2021 ના બપોરે 12:00 વાગ્યા સુધીમાં કુલ પોઝિટિવ કેસ  304, કુલ પોઝિટિવ કેસ 27686, કુલ ડિસ્ચાર્જ  22453, રિકવરી રેઈટ  81.9%, આજ સુધીમાં કુલ ટેસ્ટ :- 874825,પોઝિટિવિટી રેઈટ  3.13 %

123 9 રાજકોટમાં કોરોનાની રફતાર યથાવત, આજે 66 મોત, નવા પોઝિટિવ કેસ 304, કોરોના વોરિયર ASI અમૃતભાઈ રાઠોડનું અવસાન

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 808 બેડ ઉપલબ્ધ,50થી વધુ દર્દી વેઇટિંગમાં

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે. ગઇકાલે સાંજના 4 વાગ્યા સુધીમાં બેડની શું વ્યવસ્થા છે તેના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મોટાભાગની તમામ હોસ્પિટલમાં બેડ હાઉસફુલની સ્થિતિ સામે આવી છે. રાજકોટમાં કુલ 3414 બેડની વ્યવસ્થા છે જે પૈકી માત્ર 112 બેડ જ ઉપલબ્ધ છે. જેની સામે રોજ બરોજ 700થી વધુ પોઝિટિવ કેસ નોંધાય રહ્યાં છે જે સ્થિતી ચિંતાજનક કહી શકાય છે.વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મોટાભાગની હોસ્પિટલમાં બેડ હાઉસફૂલ છે. રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ નથી પરંતુ તેની સાથે સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 808 બેડ ઉપલબ્ધ છે. જે પૈકી 38 બેડ ખાલી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે જેની સામે સિવિલ હોસ્પિટલ બહાર 50થી વધુ દર્દી વેઇટિંગમાં હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

Untitled 246 રાજકોટમાં કોરોનાની રફતાર યથાવત, આજે 66 મોત, નવા પોઝિટિવ કેસ 304, કોરોના વોરિયર ASI અમૃતભાઈ રાઠોડનું અવસાન

સિવિલ હોસ્પિટલ બાદ ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં 100 થી વધુ એમ્બ્યુલન્સની લાગી લાઈન

રાજકોટમાં કોરોનાવાયરસ એ કાળો કહેર વર્તાવ્યો છે. હોસ્પિટલની બહાર દર્દીઓને લઈને ઉભેલી એમ્બ્યુલન્સની લાંબી કતારો જોવા મળી રહી હોવાના દૃશ્યો હવે જાણે સામાન્ય થઈ ગયા છે.રાજકોટની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલો કોરાણા દર્દીઓથી હાઇસ્કુલ જણાઈ રહી છે. આમ છતાં એક પછી એક નવા દર્દીઓ આવતા જાય છે. તાજેતરમાં સિવિલ હોસ્પિટલની બહાર આવેલા ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં દર્દીઓને દાખલ કરવા માટે એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોની લાઈન જોવા મળી હતી. એમ્બ્યુલન્સના ખડકલા થયા હતા. ત્યારે આજે ફરી એક વખત ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં સૌથી વધારે એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો જોવા મળતા શહેરમાં કોરોના ને લઈને સ્થિતિ કેટલી હદે ગંભીર છે તેનો ક્યાસ કાઢી શકાય છે.

Untitled 34 રાજકોટમાં કોરોનાની રફતાર યથાવત, આજે 66 મોત, નવા પોઝિટિવ કેસ 304, કોરોના વોરિયર ASI અમૃતભાઈ રાઠોડનું અવસાન