કોરોના/ ડેપ્યુટી સીએમ અજિત પવારમાં કોરોનાના લક્ષણો, બે ડ્રાઈવર સહિત ચાર લોકોનો રિપોર્ટ પોઝિટિવ

અજિત પવારે કોરોનાની તપાસ કરાવી છે. રિપોર્ટ આવ્યા બાદ જ કંઈક કહી શકાશે. જો કે, તે જાતે જ કોરેનટાઇન થઇ ગયા છે,અને કોઇને પણ મળતા નથી, ઉપરાંત બચાવના તમામ પ્રથમ પગલાં લઈ રહ્યા છે

Top Stories
pppvvv ડેપ્યુટી સીએમ અજિત પવારમાં કોરોનાના લક્ષણો, બે ડ્રાઈવર સહિત ચાર લોકોનો રિપોર્ટ પોઝિટિવ

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારના બે ડ્રાઈવર સહિત ચાર લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ છે. એટલું જ નહીં, અજિત પવારના સંપર્કમાં આવ્યા બાદ ખુદ અજિત પવારમાં પણ કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે. એનસીપી ચીફ શરદ પવારે પોતે આ વાતની પુષ્ટિ કરી છે.

અગાઉ, તેના બે ડ્રાઇવર અને ઓફિસમાં કામ કરતા બે લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. શરદ પવારે કહ્યું કે અજિત પવારે કોરોનાની તપાસ કરાવી છે. રિપોર્ટ આવ્યા બાદ જ કંઈક કહી શકાશે. જો કે, તે જાતે જ કોરેનટાઇન થઇ ગયા છે અને કોઇને પણ મળતા નથી. ઉપરાંત બચાવના તમામ પ્રથમ પગલાં લઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં દેશમાં 12,729 નવા કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 221 લોકોએ જીવ પણ ગુમાવ્યા છે.  જ્યારે 12,165 લોકો સ્વસ્થ થયા અને તેમના ઘરે પાછા ફર્યા. આ પછી, સક્રિય સંક્રમિત લોકોની કુલ સંખ્યા હવે વધીને 1,48,922 થઈ ગઈ છે.