Congress/ કોરોનાને કિનારે કરી કોંગ્રેસી નેતા ભરતસિંહ ફરી રાજકીય અખાડે ઉતર્યા

ગુજરાતનાં રાજકારણમાં ભરતસિંહ સોલંકી ફરીવાર સક્રિય થયા છે. પ્રમુખ પદ છોડ્યા બાદ લાંબા સમય સુધી નાદુરસ્ત તબિયતના કારણે ભરતસિંહ રાજકારણમાં નિષ્ક્રિય હતા. ત્યારે હવે તેમને કોંગ્રેસ પક્ષની સ્ટ્રેટેજી કમિટીના અધ્યક્ષ

Top Stories Gujarat Others
FB IMG 1609525311428 કોરોનાને કિનારે કરી કોંગ્રેસી નેતા ભરતસિંહ ફરી રાજકીય અખાડે ઉતર્યા
@રીમા દોશી, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

ગુજરાતનાં રાજકારણમાં ભરતસિંહ સોલંકી ફરીવાર સક્રિય થયા છે. પ્રમુખ પદ છોડ્યા બાદ લાંબા સમય સુધી નાદુરસ્ત તબિયતના કારણે ભરતસિંહ રાજકારણમાં નિષ્ક્રિય હતા. ત્યારે હવે તેમને કોંગ્રેસ પક્ષની સ્ટ્રેટેજી કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી ફરીવાર થયા સક્રિય થાય છે કોરોનાની 101 દિવસની સારવાર લીધી બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ ફરીવાર રાજકીય મેદાનમાં ઝંપલાવ્યું છે. લાંબા સમય સુધી નાદુરસ્ત તબિયતના કારણે નિષ્ક્રિય હતા. રાજ્યસભા ચૂંટણીમાં ભરતસિંહ સોલંકીની હાર થઈ હતી. ગુજરાત કોંગ્રેસમાં અહમદ પટેલ અને ભરતસિંહ સોલંકી જૂથ હાવી રહે છે. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસની તમામ બેઠકોમાં ભરતસિંહ હાજર રહે છે. ફરી એકવાર ગુજરાત કોંગ્રેસના સુપ્રીમો બનવા હલચલ તેજ બની છે. 2015 સ્થાનિક સ્વરાજ્ય-2017 વિધાનસભા ચૂંટણી  ભરતસિંહની અધ્યક્ષતામાં કોંગ્રેસ લડ્યું હતું. 2014-2019 લોકસભા ચૂંટણીમાં ભરતસિંહની હાર થઈ હતી.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસે કમિટીઓની રચના કરી છે. આ કમિટીઓમાં અર્જુન મોઢવાડિયા, દિપક બાબરિયા, ભરતસિંહ સોલંકી, તુષાર ચૌધરી, કાદીર પીરઝાદા અને સિદ્ધાર્થ પટેલને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે કોર્ડીનેશન કમિટીમાં રાજીવ સાતવ, અમિત ચાવડા, પરેશ ધાનાણી અને હાર્દિક પટેલ સહિત 25 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

101 દિવસની સારવાર બાદ સ્વસ્થ થયા ભરતસિંહ

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી કોરોના પોઝિટિવ આવ્યા બાદ ભરતસિંહ સોલંકી લાંબા સમયથી સીમ્સ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં હતા. 101 દિવસ બાદ ભરતસિંહને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ભરતસિંહે સોલંકીએ ડૉક્ટર સ્ટાફનો આભાર મનતા કહ્યું કે હું ડોક્ટર્સનો અત્યંત રૂણી છું. મને ફરીથી જીવનદાન મળ્યું છે. સ્વસ્થ થયા બાદ તેઓ સૌપ્રથમ વખત કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસનું ધરણા પ્રદર્શનમાં સામેલ થયા હતા. આ દરમિયાન ભરતસિંહે કહ્યું હતું કે, નવા મળેલા જીવનમાં પ્રથમ વખત લોકોની વચ્ચે આવ્યો છું ત્યાર બાદ એક બાદ એક મળેલી બેઠકમાં ભરતસિંહ હાજર રહ્યા હતા. ત્યારે વધુ એક વખત તેમને સ્ટ્રેટર્જી કમિટીના ચેરમેન બનાવ્યા બાદ તેમની સ્ટ્રેટર્જી કોંગ્રેસમાં પ્રાણ ફૂંકશે કે કેમ તે આવનારો સમય જ બતાવશે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…