Delhi Budget 2022/ કોરોના વચ્ચે દિલ્હી સરકારે હેલ્થ બજેટમાં 1.6 ટકાનો ઘટાડો કર્યો, ટેક્નોલોજી પર મુક્યો ભાર

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ શનિવારે વાર્ષિક બજેટ રજૂ કર્યું. આ દરમિયાન સરકારે આરોગ્ય ક્ષેત્ર માટે 9,769 કરોડ રૂપિયાની ફાળવણીની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે કોરોના વાયરસની મહામારી વચ્ચે સરકારે હેલ્થ બજેટમાં ઘટાડો કર્યો છે.

Top Stories India
નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ શનિવારે વાર્ષિક બજેટ રજૂ કર્યું. આ દરમિયાન સરકારે આરોગ્ય ક્ષેત્ર માટે 9,769 કરોડ રૂપિયાની ફાળવણીની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે કોરોના વાયરસની મહામારી વચ્ચે સરકારે હેલ્થ બજેટમાં ઘટાડો કર્યો છે. આ આંકડો 9 હજાર 934 કરોડ હતો. સત્તામાં આવ્યા બાદ આમ આદમી પાર્ટીએ પ્રથમ વખત સ્વાસ્થ્ય ખર્ચ ઘટાડવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો:‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી વિરુદ્ધ મુંબઈમાં નોંધાઈ ફરિયાદ, આ વાંધાજનક નિવેદન આપ્યું

શનિવારે સિસોદિયાએ જાહેરાત કરી કે ચાર નવી હોસ્પિટલોના નિર્માણ અને 15 હોસ્પિટલોના વિકાસ માટે 1900 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તેમણે માહિતી આપી કે આ સાથે દિલ્હીની હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં 16 હજારનો વધારો થશે. ચાર નવી હોસ્પિટલોમાં, 2 હજાર 716 પથારીવાળી એક હોસ્પિટલ સિરસપુરમાં અને 671 પથારીવાળી ત્રણ હોસ્પિટલ માદીપુર, હસ્તસલ અને જ્વાલાપુરીમાં બનાવવામાં આવશે.

હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરાંત, દિલ્હી સરકારે ક્લાઉડ આધારિત માહિતી વ્યવસ્થાપન સિસ્ટમ અને QR આધારિત સ્વાસ્થ્ય કાર્ડ માટે 70 કરોડ રૂપિયા ફાળવ્યા છે. સિસોદિયાએ કહ્યું, ‘તમામ નાગરિકોને QR કોડ આધારિત હેલ્થ કાર્ડ આપવામાં આવશે. આનાથી દર્દીઓને ઓળખવામાં અને જિયો-ટેગિંગ દ્વારા તેમના રોગ વિશે પ્રાથમિક માહિતી મેળવવામાં મદદ મળશે.

તેમણે વધુમાં કહ્યું, ‘આ સિવાય આ સિસ્ટમ પરિવારના સભ્યોની માહિતી મેળવવામાં પણ મદદ કરશે. આનાથી તમામ નાગરિકોને સમયસર સારવાર આપવામાં મદદ મળશે. વર્ષ 2022-23 માટે આ બજેટમાં 70 કરોડ રૂપિયાનો ખર્ચ પ્રસ્તાવિત છે.

કાર્ડધારકો માટે 24×7 ટોલ ફ્રી હેલ્પલાઇન હશે, જેની મદદથી દિલ્હીની હોસ્પિટલોમાં એપોઇન્ટમેન્ટ બુક કરી શકાશે. સરકારે દિલ્હી આરોગ્ય કોશ યોજના માટે 50 કરોડ રૂપિયા પણ ફાળવ્યા છે. આ અંતર્ગત જો સરકારી કેન્દ્રો પર લાંબી રાહ જોવી પડે અથવા સેવાઓ ઉપલબ્ધ ન હોય તો ખાનગી કેન્દ્રોમાં મફત સારવારની સુવિધા ઉપલબ્ધ છે.

સરકારે આમ આદમી યોગશાળા માટે 15 કરોડ રૂપિયા ફાળવ્યા છે. સિસોદિયાએ જણાવ્યું કે, ‘450 યોગ શિક્ષકોને DPSRU તરફથી ટ્રેનિંગ આપવામાં આવશે, દિલ્હીમાં સરકાર દરરોજ 15 હજારથી વધુ લોકોને તેમની અનુકૂળતા અને સમય અનુસાર યોગ શીખવી રહી છે. કાર્યક્રમ ચાલુ રાખવા માટે બજેટમાં 15 કરોડની અલગ જોગવાઈ કરવામાં આવી છે.

રસીકરણનું બજેટ ઘટશે!
ગયા વર્ષે રોગચાળા વચ્ચે આરોગ્ય ખર્ચમાં 29 ટકાનો વધારો થયો હતો. તેમાં રસીકરણ માટે 50 કરોડ રૂપિયાનો પણ સમાવેશ થાય છે. જો કે, બજેટના દસ્તાવેજો સંપૂર્ણ રીતે જાહેર થયા નથી. ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, અધિકારીઓનું કહેવું છે કે દિલ્હીમાં રસીકરણ અભિયાન માટે ફાળવણીમાં ઘટાડો થવાની સંભાવના છે. દિલ્હીમાં 90 ટકાથી વધુ પુખ્ત વયના લોકોએ કોવિડ સામે રોગપ્રતિકારક શક્તિ મેળવી છે.

આ પણ વાંચો:જામનગરમાં નિર્માણ થશે વિશ્વનું ટ્રેડિશનલ મેડિસિનનું ગ્લોબલ સેન્ટર, WHO સાથે થયો કરાર

આ પણ વાંચો: અખિલેશ યાદવ યુપી વિધાનસભામાં વિપક્ષના નેતા બનશે, યોગી સરકાર પર કરશે સવાલ