Not Set/ દેશમાં કોરોનાનો સૌથી મોટો વાર : 24 કલાકમાં બે લાખ નવા કેસ,સતત બીજા દિવસે 1,000થી વધુ મોત

છેલ્લા કેટલાક દિવસથી કોરોના દેશ પર કબજો જમાવીને બેઠો છે. એટલું જ નહીં દેશ પર કોરોનાનો સૌથી મોટો વાર જોવા મળ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાક અંતર્ગત 2 લાખ નવા કેસ નોંધવામાં આવ્યા છે. જ્યારે સતત બીજા દિવસે

Top Stories India

છેલ્લા કેટલાક દિવસથી કોરોના દેશ પર કબજો જમાવીને બેઠો છે. એટલું જ નહીં દેશ પર કોરોનાનો સૌથી મોટો વાર જોવા મળ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાક અંતર્ગત 2 લાખ નવા કેસ નોંધવામાં આવ્યા છે. જ્યારે સતત બીજા દિવસે 1,000 ના મોત નિપજ્યા છે.દેશમાં કુલ કેસ હવે 1.40 કરોડને પાર પહોંચી ગયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 14.65 લાખ ની સપાટી પર જોવા મળ્યા છે.

 જેમાંથી 58,952 કેસ કેટલા મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે. જ્યારે ઉત્તરપ્રદેશમાં પણ કોરોનાનો મહાવિસ્ફોટ જોવા મળ્યો અહીં 24કલાકમાં 20, 439 કેસ નોંધવામાં આવ્યા છે.આ ઉપરાંત અન્ય રાજ્યોના કેસો પર નજર કરીએ તો દિલ્હીમાં 17, 282 કેસ, છત્તીસગઢમાં 14,250 કેસ, કર્ણાટકમાં 11,265 કેસ નોંધવામાં આવ્યા છે.જ્યારે કેરળ તામિલનાડુ ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ કોરોના એ કાળો કહેર વર્તાવ્યો છે.

Covid-19 LIVE updates: India has 29,974 cases; Centre says no evidence to  back using plasma therapy

આ ઉપરાંત મૃત્યુ આંક પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં 1026 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે કુલ કેસનો આંકડો 1,40,70,852 પર પહોંચ્યો છે. જ્યારે રિકવરી રેટમાં પણ ઘણો ઉછાળો જોવા મળ્યો છે. 24 કલાકમાં 93,394 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે 1,24,26,122 લોકોએ કોરોનાને માત આપી છે.

Coronavirus outbreak update: COVID-19 cases in India near 2 lakh, over  8,000 cases for third straight day

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…