Covid-19/ કોરોનાનો નવો સ્ટ્રેન બન્યો ખતરાની મહાઘંટડી! Covid-19નો વૈશ્વિક હાહાકાર યથાવત

Covid-19 મૂળ ભૂત રીતે જ વિશ્વ પર કાળમુખો કહેર વરસાવી રહ્યો હતો, વિશ્વભરનાં તમામ દેશોને આર્થિક – શારીરીક અને માનસિક રીતે પાયમાલ કરી ચૂકેલ કોરોના એટલે કે Covid-19નો તોડ

Top Stories World
corona 287 કોરોનાનો નવો સ્ટ્રેન બન્યો ખતરાની મહાઘંટડી! Covid-19નો વૈશ્વિક હાહાકાર યથાવત

Covid-19 મૂળ ભૂત રીતે જ વિશ્વ પર કાળમુખો કહેર વરસાવી રહ્યો હતો, વિશ્વભરનાં તમામ દેશોને આર્થિક – શારીરીક અને માનસિક રીતે પાયમાલ કરી ચૂકેલ કોરોના એટલે કે Covid-19નો તોડ આજે પણ વિશ્વભરનાં દેશો અને વિજ્ઞાનીકો શોધી રહ્યા છે. રસી બની ગઇ છે અને તે કારગત રહેશે તેવી વિશ્વાસ સાથે આશા છે અને આપણા વૈજ્ઞાનીકો પર ભરોશો પણ છે. પરંતુ કહી શકાય કે હજુ પણ રસી તો ટ્રાયલ બેઇઝ પર જ છે અને કોરોના…કોરોના ફાલ્યો ફૂલ્યો જાય છે અને નવા રંગ-રુપ સાથે કહેર વરસાવતો જાય છે.

UK says new coronavirus strain is more infectious, but vaccines should  still work - The Economic Times

ન્યૂ કોરોનાથી ચિંતા

બીલકુલ ઉલ્લેખનીય છે કે, પૂર્વે પણ Covid-19 6 કરતા વધુ વખત પોતાના રંગરુપ બદલી ચૂક્યો છે અને કહી શકાય કે અપડેટ થઇ રહ્યો છે. પાછલા વખતોનાં નવા કોરોના વર્ઝનો એટલા નુકશાન કરતા ન હોતા, પંરતુ હાલમાં UKમાં જે કોરોનાનો નવો સ્ટ્રેન સામે આવ્યો એણે વિશ્વને ફરી ભાગતું કરી દીધુ અને વિશ્વ મસ્તિષ કર ફરી એક વખત ભારે ચિંતાનાં ઓથરો છવાયેલા જોવામાં આવ્યા.

New Corona Strain Affecting Investors' Sentiments

નવો સ્ટ્રેન ખતરાની મહાઘંટડી

કોરોનાનો આ નવો સ્ટ્રેન ખતરાની મહાઘંટડી બન્યો હોવાનું હોલમાં નોંધવામાં આવી રહ્યું છે. કોરોનાના નવા સ્ટ્રેનનું UKમાં તો રીતસરનું તાંડવ જોવામાં અને નોંધવામાં આવી રહ્યું છે. છેલ્લાં 24 કલાકમાં 53,100 નવા કેસ નોંધાયા છે. આપને જણાવી દઇએ કે, આ અત્યાર સુધીનો સૌથી મોટો આંક છે. સાથે સાથે જ છેલ્લાં 24 કલાકમાં 414નાં મોત પણ આ જ નવા સ્ટ્રેનનાં કારણે થયા છે. સ્પષ્ટતા કરી દઇએ કે આ કોરોનાનાં નવા સ્ટ્રોન દ્વારા નોંધવામાં આવેલો મૃત્યુ આંક છે. Covid-19 તો હાહાકાર પોતાની રીતે મચાવી જ રહ્યો છે. કોરોનાનો નવો સ્ટ્રેન નિયંત્રણો છતાં UKમાં બેકાબૂ જોવામાં આવી રહ્યો છે.

Here's Where 3 New Strains Of Covid-19 Have Traveled So Far

Covid-19નો હાહાકાર યથાવત

વાત કરવામાં આવે Covid-19ની તો, US-યુરોપમાં કોરોનાનો કોહરામ યથાવત જ જોવમાં આવી રહ્યો છે. USમાં 24 કલાકમાં 1.95 લાખ કેસ નોંધાયા છે, જ્યારે USમાં પાછલા 24 કલાકમાં 3400ના મોત પણ નિપજ્યા છે. USમાં કુલ કેસની સંખ્યા આજે 2 કરોડને પાર જશે તેવો એક અંદાજ છે કારણ કે તે સંખ્ય 2 કોરડને તદન નજીક છે. જર્મનીમાં પણ કોરોનાનો પલટવાર સામે આવ્યો છે અને પાછલા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 935 લોકોના મોત નોંધવામાં આવે છે. ઈટાલીમાં 24 કલાકમાં 659ના મોત થયા, તો બ્રાઝીલમાં 24 કલાકમાં 57 હજાર કેસ સાથે પાછલા 24 કલાકમાં 1075ના મોત નિપજ્યા છે.

Corona New Strain: ब्रिटेन से आए 14 यात्री कोरोना पॉजिटिव, कर्नाटक में  हड़कंप - 14 travelers who came to karnataka from britain were infected corona  new strain pragnt

દેશમાં કોરોનાની સ્થિતિ – નવો સ્ટ્રેન દેશમાં આવી પહોંચ્યો

જો કે, વિશ્વમાં હાહાકાર વચ્ચે ભારત માટે Covid-19ને લઇને રાહતનાં સમાચાર છે. બીલકુલ દેશમાં ફરી કોરોનાનાં રાહત સૂચક આંકડા નોંધવામાં આવ્યા છે. ભારતમાં છેલ્લાં 24 કલાકમાં 20,500 નવા કેસ નોંધવામાં આવ્યા છે. 24 કલાકમાં 26,600 કોરોના મુક્ત થયા છે, તે સૌથી મહત્વની બાબત છે. જો કે, 24 કલાકમાં 285 નાગરિકોના મોત પણ નિપજ્યા છે. સૌથી સારી બાબતએ છે કે શિયાળામાં કોરોનાનાં કેસ વધશેનાં અંદાજ વચ્ચો હાલ દેશમાં એક્ટિવ કેસ હવે માત્ર 2.60 લાખ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોનાનો નવો સ્ટ્રેન ભારતમાં પણ પ્રવેશી ચૂક્યો છે અને દેશમાં 8 કોરોનાનાં નવા સ્ટ્રેનનાં કેસ પણ નોંધવામાં આવી ચૂક્યા છે.

COVID-19 New Strain Coronavirus Pandemic UK New Coronavirus Strain Corona  Vaccine | नए स्ट्रेन को लेकर चिंता नहीं, हर माह दो म्यूटेशन से गुजरता है  कोरोनावायरस – AIIMS प्रमुख डॉ ...

ગુજરાતને રાહત

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા કાબૂમાં જોવામાં આવી રહી છે અને માત્ર 804 નવા કેસ નોંધવામાં આવ્યા છે. આ સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 243459 પર પહોંચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 07 લોકોનાં મૃત્યુ નોંધાયા છે. રાજ્યમા પાછલા 24 કલાકમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 999 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 229143 છે. અને હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 10021 છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…