Covid-19/ કોરોનાનાં અજગર ભરડામાં ભીંસાતું સમગ્ર વિશ્વ, કુલ કેસનો આંક થયો 32.57 કરોડથી વધુ

આજે સમગ્ર દુનિયા કોરોનાનાં અજગર ભરડામાં ભીંસાતી જઇ રહી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં 19.50 લાખ જેટલા કેસ સામે આવ્યા છે. વિશ્વભરમાં એક્ટિવ કેસની સંખ્યા 5.55 કરોડ થઇ ગઇ છે. 

World
નેશનલ લો યુનિવર્સિટીમાં
  • કોરોનાના અજગર ભરડામાં ભીંસાતું સમગ્ર વિશ્વ
  • છેલ્લાં 24 કલાકમાં વિશ્વમાં 19.50 લાખ કેસ
  • વિશ્વભરમાં એક્ટિવ કેસની સંખ્યા 5.55 કરોડ
  • અમેરિકામાં 24 કલાકમાં 2.88 લાખ નવા કેસ
  • ફ્રાન્સમાં 24 કલાકમાં 2.78 લાખ નવા કેસ
  • ઇટાલીમાં 24 કલાકમાં જ દોઢ લાખ નવા કેસ
  • ઓસ્ટ્રેલિયામાં 24 કલાકમાં જ 87 હજાર કેસ
  • યુકેમાં છેલ્લાં 24 કલાકમાં 71 હજાર નવા કેસ

આજે સમગ્ર દુનિયા કોરોનાનાં અજગર ભરડામાં ભીંસાતી જઇ રહી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં 19.50 લાખ જેટલા કેસ સામે આવ્યા છે. વિશ્વભરમાં એક્ટિવ કેસની સંખ્યા 5.55 કરોડ થઇ ગઇ છે.

World Corona

આ પણ વાંચો – Covid-19 / રવિવારની સરખામણીએ આજે 4 ટકા ઓછા નોંધાયા કોરોનાનાં કેસ, જાણો પૂરી વિગત

આપને જણાવી દઇએ કે, વિશ્વભરમાં કોરોનાએ મોટી સંખ્યામાં તબાહી મચાવી છે. દુનિયામાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ અમેરિકા છે, જ્યા 24 કલાકમાં 2.88 લાખ નવા કેસ સામે આવ્યા છે. ઉપરાંત ફ્રાન્સમાં 24 કલાકમાં 2.78 લાખ, ઇટાલીમાં 24 કલાકમાં દોઢ લાખ, ઓસ્ટ્રેલિયામાં 24 કલાકમાં 87 હજાર, યુકેમાં 24 કલાકમાં 71 હજાર નવા કેસ નોંધાયા છે. વળી આ ઉપરાંત વિશ્વભરમાં કોરોનાવાયરસનાં કેસ વધીને 32.57 કરોડથી વધુ થઈ ગયા છે. આ મહામારીને કારણે અત્યાર સુધીમાં 55.3 લાખથી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે 9.62 અબજથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ આંકડા જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા શેર કરવામાં આવ્યા છે. યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ સોમવારે સવારે તેના નવા અપડેટમાં જણાવ્યું હતું કે, વર્તમાન વૈશ્વિક કેસ, મૃત્યુ અને રસીકરણની કુલ સંખ્યા અનુક્રમે વધીને 327,729,989, 5,539,053 અને 9,620,454,823 થઈ ગઈ છે. CSSE અનુસાર, યુએસ 65,698,495 કેસ અને 850,605 મૃત્યુ સાથે વિશ્વમાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. ભારતમાં કોરોનાનાં 23,015,128 કેસ છે જ્યારે 621,327 મૃત્યુ થયા છે.

World Corona Vaccine

આ પણ વાંચો – OMG! / એક સમયે નાનુ કદ હોવાથી ચીડવતા હતા લોકો, આજે બનાવી એવી બોડી જોતા રહી જશો તમે, Viral Video

CSSE નાં ડેટા અનુસાર, 50 લાખથી વધુ કેસ ધરાવતા અન્ય સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં યુકે (1,53,16,457), ફ્રાન્સ (1,42,83,514), રશિયા (1,06,21,410), તુર્કી (1,04,59,094), ઇટાલી (87,06,915), સ્પેન (80,93036), જર્મની (79,91,373), આર્જેન્ટિના (70,94,865), ઈરાન (62,18,741) અને કોલંબિયા (55,43,796) છે. જે દેશોએ 1,00,000 થી વધુ મૃત્યુઆંકને પાર કર્યો છે તેમાં રશિયા (3,14,838), મેક્સિકો (3,01,334), પેરુ (2,03,376), યુકે (1,52,483), ઇન્ડોનેશિયા (1,44,167), ઇટાલી (1,41,104), ઈરાન (1,32,044), કોલંબિયા (1,30,996), ફ્રાન્સ (1,27,957), આર્જેન્ટિના (1,18,040), જર્મની (1,15,624), યુક્રેન (1,04,663) અને પોલેન્ડ (1,02,305) સામેલ છે.