Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં કોરોનાનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 94 હજારથી વધુ કેસ

  ભારત સહિત વિશ્વનાં 180 થી વધુ દેશો કોરોનાવાયરસથી સંવેદનશીલ છે. અત્યાર સુધીમાં 2.87 કરોડથી વધુ લોકોને આ વાયરસનો ચેપ લાગ્યો છે. કોરોનાએ 9.20 લાખથી વધુ દર્દીઓનું જીવન છીનવી લીધું છે. ભારતમાં દરરોજ કોવિડ-19 નાં કેસો વધી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે રવિવારે સવારે જારી કરેલા આંકડા મુજબ, દેશમાં કોરોના ચેપની સંખ્યા વધીને 47,54,357 થઈ ગઈ […]

Uncategorized
bf071823d58c7eea0949f776e0ee306f 3 #CoronaUpdateIndia/ દેશમાં કોરોનાનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 94 હજારથી વધુ કેસ
 

ભારત સહિત વિશ્વનાં 180 થી વધુ દેશો કોરોનાવાયરસથી સંવેદનશીલ છે. અત્યાર સુધીમાં 2.87 કરોડથી વધુ લોકોને આ વાયરસનો ચેપ લાગ્યો છે. કોરોનાએ 9.20 લાખથી વધુ દર્દીઓનું જીવન છીનવી લીધું છે. ભારતમાં દરરોજ કોવિડ-19 નાં કેસો વધી રહ્યા છે.

આરોગ્ય મંત્રાલયે રવિવારે સવારે જારી કરેલા આંકડા મુજબ, દેશમાં કોરોના ચેપની સંખ્યા વધીને 47,54,357 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 94,372 નવા કેસ નોંધાયા છે. આ સમય દરમિયાન દેશમાં 1114 કોરોના સંક્રમણથી લોકોનાં મોત નીપજ્યાં છે. 37,02,595 દર્દીઓ ઠીક થયા છે અને અત્યાર સુધીમાં 78,586 લોકો મૃત્યુ પામ્યા છે. રિકવરી દર વિશે વાત કરીએ તો, તે થોડો વધારો થયા પછી 77.87 ટકા પર પહોંચી ગયો છે. પોઝિટિવિટી રેટ 8.80 ટકા છે. 12 સપ્ટેમ્બરનાં રોજ, 10,71,702 કોરોના સેમ્પલનાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 5,62,60,928 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.