Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 2,553 નવા કેસ, મોતનો આંકડો પહોંચ્યો…

કોરોનાવાયરસનાં ફેલાવાને રોકવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉનનાં ત્રીજા તબક્કાની આજથી શરૂઆત થઈ છે. કોરોનાવાઈરસનો ભારતમાં કહેર વધી રહ્યો છે. દેશમાં કોવિડ-19 ચેપગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા હવે 42,500 ની ઉપર પહોંચી ગઈ છે. આરોગ્ય મંત્રાલયે સોમવારે આ માહિતી આપી હતી. મળતી માહિતી મુજબ દેશમાં કોરોનાવાયરસને કારણે અત્યાર સુધીમાં 1,373 લોકોનાં મોત થયાં છે જ્યારે ચેપગ્રસ્ત […]

India

કોરોનાવાયરસનાં ફેલાવાને રોકવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉનનાં ત્રીજા તબક્કાની આજથી શરૂઆત થઈ છે. કોરોનાવાઈરસનો ભારતમાં કહેર વધી રહ્યો છે. દેશમાં કોવિડ-19 ચેપગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા હવે 42,500 ની ઉપર પહોંચી ગઈ છે. આરોગ્ય મંત્રાલયે સોમવારે આ માહિતી આપી હતી. મળતી માહિતી મુજબ દેશમાં કોરોનાવાયરસને કારણે અત્યાર સુધીમાં 1,373 લોકોનાં મોત થયાં છે જ્યારે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 42,533 પર પહોંચી ગઈ છે.

જણાવી દઇએ કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 2,553 નવા કેસ નોંધાયા છે અને 72 લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે, તે થોડી રાહતની વાત છે કે અત્યાર સુધીમાં 11,706 દર્દીઓ આ રોગથી ઠીક થયા છે. દર્દીઓનો રિકવરી દર 27.52% પર પહોંચી ગયો છે. જણાવી દઇએ કે કોરોના ચેપનાં ફેલાવાને રોકવા માટે, દેશભરમાં લોકડાઉન લાદવામાં આવ્યો છે. લોકડાઉનનો હાલનો તબક્કો 17 મે સુધી લંબાવાયો છે.

ગૃહ મંત્રાલયે લોકોની હિલચાલ સંદર્ભે એક ખુલાસો જારી કર્યો છે અને કહ્યું છે કે લોકડાઉન દરમિયાન ફક્ત પરપ્રાંતિય કામદારોને જ આવવા-જવાની છૂટ છે, અન્યને નહીં. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને કહ્યું છે કે, ગૃહ મંત્રાલયે એવા ફસાયેલા લોકોનાં જવા-આવવાની મંજૂરી આપી દીધી છે જે લોકડાઉન સમયગાળાની ઠીક પહેલા પોતાના મૂળ નિવાસ અથવા કાર્યસ્થળોને છોડી ગયા હતા અને લોકડાઉન નિયમોને કારણે, લોકો અથવા વાહનોની અવરજવર પર પ્રતિબંધ હોવાને કારણે તેઓ તેમના મૂળ નિવાસો અથવા કાર્યસ્થળો પર પાછા ફરવા માટે અસમર્થ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.