વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે ફોન પર વાત કરી અને મિમિક્રીના મુદ્દે દુઃખ વ્યક્ત કર્યું. પીએમ મોદી એ કહ્યું કે તેઓ પણ છેલ્લા 20 વર્ષથી આ પ્રકારનું અપમાન સહન કરી રહ્યા છે, પરંતુ પોતાની ફરજ નિભાવતા રહ્યા. પીએમ મોદી એ કહ્યું કે વિપક્ષનું વર્તન દુર્ભાગ્યપૂર્ણ છે.
વાસ્તવમાં, ગઈકાલે સંસદની બહાર મકર દ્વાર ખાતે વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં સાંસદો ભેગા થઈને વિરોધ કરી રહ્યા હતા. ત્યારબાદ TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરના હાવભાવની નકલ કરવાનું શરૂ કર્યું. આ મિમિક્રી દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી એક વીડિયો બનાવી રહ્યા હતા. જ્યારે કલ્યાણ બેનર્જી મિમિક્રી કરી રહ્યા હતા ત્યારે વિપક્ષના ઘણા સાંસદો ત્યાં હાજર હતા.
જગદીપ ધનખડે પોતે ગૃહની અંદર આ મામલે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે મેં હમણાં જ એક ટીવી ચેનલ પર જોયું કે એક સાંસદ રાજ્યસભાના અધ્યક્ષની મજાક ઉડાવી રહ્યા છે અને તમારો એક નેતા તેનો વીડિયો બનાવી રહ્યો છે. ધનખડે કહ્યું કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેને બુધ્ધિ મળે. ચેરમેન પદ અલગ છે. રાજકીય પક્ષો પક્ષ અને વિપક્ષના રૂપમાં એકબીજા સાથે ટકરાઈ શકે છે, પરંતુ અધ્યક્ષને આનાથી દૂર રાખવા જોઈએ.
प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का फोन आया और उन्होंने कल संसद के पवित्र परिसर में कुछ माननीय सांसदों द्वारा प्रदर्शित की गयी अपमानजनक नाटकीयता पर अत्यंत दुख व्यक्त किया। उन्होंने मुझे बताया कि वह पिछले बीस वर्षों से इस तरह के अपमान सहते आ रहे हैं, लेकिन देश के उपराष्ट्रपति…
— Vice-President of India (@VPIndia) December 20, 2023
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપરાષ્ટ્રપતિ ધનખર સાથે ફોન પર વાત કરી હતી. તેમણે આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન મોદીએ વિપક્ષના વલણને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું. ઉપાધ્યક્ષ જગદીપ ધનખડે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
