કોરોના વાયરસનો ચેપ સતત વધતો જાય છે. વિશ્વમાં તેના ચેપની સંખ્યા 40 લાખને વટાવી ગઈ છે. નવીનતમ માહિતી અનુસાર, 187 દેશો અને પ્રદેશોમાં અત્યાર સુધીમાં 40,59,369 લોકોને આ રોગનો ચેપ લાગ્યો છે. તેમાંથી 2,77,973 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
અમેરિકા સંક્રમિતો અને મોતાનાં મામલામાં અત્યાર સુધી ટોચ પર છે. અહી 13,27,921 લોકો અસરગ્રસ્ત થયા છે, જ્યારે 78,849 લોકો મૃત્યુ પામ્યા છે. બ્રાઝિલમાં 24 કલાક દરમિયાન રેકોર્ડ 10,222 કેસ સાથે ચેપગ્રસ્ત વ્યક્તિઓની કુલ સંખ્યા વધીને 1,47,261 થઈ ગઇ છે. મૃત્યુઆંક પણ 10,044 પર પહોંચી ગઇ છે.
વળી યુરોપનાં દર્દીઓમાં થતાં મૃત્યુમાં સ્પેન અને બ્રિટન ટોચનાં સ્થાને છે. સ્પેનમાં અત્યાર સુધી 2,62,783 લોકો તેનાથી પ્રભાવિત થયા છે અને તેનાથી 26,478 લોકો મૃત્યુ પામ્યા છે. યુકેમાં અત્યાર સુધી 2,15,260 લોકોને ચેપ લાગ્યો છે અને 31,587 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઇટાલીમાં પણ મૃત્યુઆંક 30 હજારને વટાવી ગયો છે. અત્યાર સુધીમાં 30,395 લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે 2,18,268 લોકો અસરગ્રસ્ત થયા છે.
જર્મનીમાં, છેલ્લા 24 કલાક દરમિયાન 147 ચેપગ્રસ્તોનાં મોતથી મૃતકોનો આંકડો 7,510 થઈ ગયો છે. દેશમાં અત્યાર સુધીમાં 1,70,876 સંક્રમિત થયા છે. ઉપરાંત, 1,43,300 થી વધુ દર્દીઓ ઠીક પણ થયા છે. ફ્રાન્સમાં મૃત્યુઆંક વધીને 26,230 પર પહોંચી ગયો છે. દેશમાં 1.76 લાખથી વધુ લોકોને ચેપ લાગ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
