ભ્રષ્ટાચાર/ બોર ગ્રામ પંચાયતના સરપંચના ભ્રષ્ટાચારનો ઢાંક પીછોડો કરતા ટી.ડી.ઓ

ઘોઘંબા ટી.ડી.ઓએ કાયદેસર કાર્યવાહી હાથ ધરવાને બદલે આવાસોના લાભાર્થીઓને નાણાં પરત અપાવી દઉં અને સમાધાન કરી લો નો ઉધ્ધડ જવાબો આપ્યા.

Gujarat
WhatsApp Image 2021 11 16 at 08.21.59 બોર ગ્રામ પંચાયતના સરપંચના ભ્રષ્ટાચારનો ઢાંક પીછોડો કરતા ટી.ડી.ઓ

ઘોઘંબા ટી.ડી.ઓએ કાયદેસર કાર્યવાહી હાથ ધરવાને બદલે આવાસોના લાભાર્થીઓને નાણાં પરત અપાવી દઉં અને સમાધાન કરી લો નો ઉધ્ધડ જવાબો આપ્યા.

ઘોઘંબા તાલુકાના બોર ગ્રામ પંચાયતના સાર્વજનિક વિકાસ અને ગરીબ લાભાર્થીઓ માટેની રાજય સરકારની મહત્વકાંક્ષી યોજનાઓ જાણે કે ભ્રષ્ટાચાર આચરવા માટે જ હોય એમ પ્રતીત થઇ રહ્યું છે . કારણકે  વહીવટમાં મશગુલ બોર ગ્રામ પંચાયતના સરપંચ રાયસિંગભાઈ રાઠવા વિરુધ્ધ રણજીતસિંહ ચૌહાણ સમેત અન્ય લાભાર્થી પ્રજાજનોએ કરેલ ફરીયાદ સ્વરૂપની અરજી કરી હોવા છતાં , ઘોઘંબા તાલુકા વિકાસ અધિકારીએ ત્રણ વખત બોર ગામની મુલાકાત લઈને સ્થળ તપાસો કરી, અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ પાસેથી સરપંચ રાયસિંગભાઈ રાઠવાએ ભ્રષ્ટાચારના ઉઘરાણાઓ કર્યા હોવાનું જાહેરમાં સાંભળ્યા બાદ પણ કાયદેસરની કાર્યવાહી કરવાના બદલે ફરિયાદ પર સરપંચ સાથે સમાધાન કરવાની વાત કરી રહ્યા છે, ટીડીઓ “સરપંચ પાસેથી નાણાં પરત અપાવી દઉં અને સમાધાન કરી લો” જેવા ઉધ્ધડ જવાબો આપી રહ્યા છે, છેલ્લા 3 મહિનાથી ટીડીઓ સાહેબ જાણે સરપંચશ્રીને યેન કેન પ્રકારે બચાવી રહ્યા હોય એમ પ્રતીત થઇ રહ્યું છે ત્યારે મહત્વનું છે કે ટીડીઓ હાલ સરપંચને કયા કારણો સર અથવા કયા દબાણ માં આવીને કોઈ કાર્યવાહી નથી કરી રહ્યા એ ચર્ચાનો વિષય બન્યો છે.

WhatsApp Image 2021 11 16 at 08.22.00 બોર ગ્રામ પંચાયતના સરપંચના ભ્રષ્ટાચારનો ઢાંક પીછોડો કરતા ટી.ડી.ઓ

ત્યારે હવે બોર ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારના વિકાસની ફરીયાદના પગલે બોર ગામે સ્થળ મુલાકાતમાં ગયેલા ઘોઘંબા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ દ્વારા સરપંચે દરેક પાસેથી ત્રણ તબક્કામાં ૧૨ હજાર રૂપિયાના ઉઘરાણા કર્યા હોવાની આક્રોશ સરા જાહેરમાં રજૂઆતો કરતા ભારે સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો. તદ્દઉપરાંત ગરીબોના ઘરોમાં શૌચાલયોની સુવિધાઓના કામોમાં પણ ગેરરીતિઓ આચરવામાં આવી છે.અને બોર ગ્રામ પંચાયતમાં ૧૪માં નાણાંપંચની ગ્રાન્ટોના વિકાસમાં લાખ્ખો રૂપિયાના વિકાસના કામોનો વહીવટ કયાંય દેખાતો ન હોવાની ગ્રામજનોની આક્રોશ સભર રજૂઆતો સાંભળ્યા બાદ ઘોઘંબા તાલુકા વિકાસ અધિકારીના ભ્રષ્ટાચારની ફરીયાદો સામે મૌન સેવી લેતા હવે જિલ્લા સ્તરેથી તપાસ કરવાની માંગ છે.!!