Election Results 2024/ આ રાજ્યમાં 2 જૂને થઈ રહી છે મતગણતરી, ગણતરી પહેલા જ ભાજપે જીતી 10 બેઠકો

લોકસભા ચૂંટણી 2024ના તમામ સાત તબક્કા માટે મતદાન થઈ ગયું છે. 4 જૂને મતગણતરી થશે. ઉત્તર-પૂર્વીય રાજ્ય અરુણાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો લોકસભા ચૂંટણીના પરિણામોના બે દિવસ પહેલા એટલે કે રવિવાર, 2 જૂનના રોજ જાહેર કરવામાં આવશે.

Top Stories India
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 06 01T185645.500 આ રાજ્યમાં 2 જૂને થઈ રહી છે મતગણતરી, ગણતરી પહેલા જ ભાજપે જીતી 10 બેઠકો

લોકસભા ચૂંટણી 2024ના તમામ સાત તબક્કા માટે મતદાન થઈ ગયું છે. 4 જૂને મતગણતરી થશે. ઉત્તર-પૂર્વીય રાજ્ય અરુણાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો લોકસભા ચૂંટણીના પરિણામોના બે દિવસ પહેલા એટલે કે રવિવાર, 2 જૂનના રોજ જાહેર કરવામાં આવશે. પરિણામો પહેલા જ ભાજપે અહીં 10 બેઠકો જીતી લીધી છે. અહીં 19 એપ્રિલે મતદાન થયું હતું.

અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 19 એપ્રિલે મતદાન થયું હતું. અહીંની મતગણતરી લોકસભા ચૂંટણીના પરિણામોના બે દિવસ પહેલા રવિવારે જાહેર કરવામાં આવશે. જો કે, પૂર્વોત્તર રાજ્યની બે લોકસભા બેઠકો માટે મતોની ગણતરી 4 જૂને જ થશે. ચૂંટણી પંચના અધિકારીઓના જણાવ્યા અનુસાર અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની વિધાનસભા ચૂંટણી માટે બેલેટ પેપરની ગણતરી થઈ ચૂકી છે. અહીંની વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 2 જૂને સમાપ્ત થઈ રહ્યો છે.

ભાજપે મતગણતરી પહેલા જ 10 બેઠકો જીતી લીધી છે.

રાજ્ય વિધાનસભામાં 60 બેઠકો છે, પરંતુ માત્ર 50 બેઠકો માટે જ મતદાન થયું હતું. વાસ્તવમાં, મુખ્યમંત્રી પેમા ખાંડુ અને નાયબ સીમ ચોવા મીન સહિત ભાજપના 10 ઉમેદવારોએ તેમની બેઠકો બિનહરીફ જીતી લીધી છે.

સવારે 6 વાગ્યાથી મતગણતરી

અરુણાચલ પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી પવન કુમાર સૈને જણાવ્યું હતું કે, “રવિવારે સવારે 6 વાગ્યાથી 25 જિલ્લા મુખ્યાલયના 40 મતગણતરી કેન્દ્રો પર મતોની ગણતરી શરૂ થશે. પોસ્ટલ બેલેટની ગણતરી પહેલા કરવામાં આવશે. જે બાદ સવારે લગભગ 6.30 વાગે ઈવીએમની ગણતરી કરવામાં આવશે. બપોર સુધીમાં મતગણતરી પૂર્ણ થવાની ધારણા છે.” તેમને વધુમાં જણાવ્યું હતું કે પ્રક્રિયા સુચારૂ રીતે ચાલે તે માટે મતગણતરી કેન્દ્રો પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ પરિણામ જાહેર થયા બાદ વિજય સરઘસ કાઢવામાં આવશે નહીં.

નોંધનીય છે કે અરુણાચલ પ્રદેશમાં 19 એપ્રિલે 82.95% મતદાન થયું હતું. ભાજપે તમામ 60 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જ્યારે વિપક્ષ કોંગ્રેસ માત્ર 19 બેઠકો પર ચૂંટણી લડી હતી. ભાજપે જે બેઠકો બિનહરીફ જીતી છે તેમાં ઝીરો-હાપોલી, તાલિહા, તાલી, સાગલી, રોઇંગ, મુક્તો, ઇટાનગર, હાયુલિયાંગ, ચૌખમ અને બોમડિલાનો સમાવેશ થાય છે.

2019માં ચૂંટણીના પરિણામો કેવા રહ્યા?

2019માં ભાજપે 41 બેઠકો જીતીને સત્તા જાળવી રાખી હતી. જનતા દળ યુનાઇટેડને 7 બેઠકો, નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) 5, કોંગ્રેસ 4, પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલ પ્રદેશ 1 અને બાકીની 2 બેઠકો અપક્ષોએ જીતી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પૂરી શાક વેચતા દુકાનદારને ત્યા GSTનો દરોડો,કમાણી જાણીને રહી જશો દંગ 

આ પણ વાંચો:એક્ઝિટ પોલ પહેલા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું,ભારત ગઠબંધન 295થી વધુ બેઠકો જીતશે

 આ પણ વાંચો:કન્યાકુમારીના વિવેકાનંદ રોકમાં PM મોદીના ધ્યાનના ટેલિકાસ્ટ સામે તમિલનાડુ કોંગ્રેસ હાઈકોર્ટમાં