વરસાદી આફત/ સુરતમાં ભારે વરસાદથી મકાનની દીવાલ ધસી પડતા દંપતીનું મોત

સુરતના ઓલપાડ વિસ્તારમાં કરંજ ગામે આહિરવાસમાં આ ઘટના બની છે, જેમાં મકાનની દિવાલ ધસી પડતા દંપતીનું મોત થયા હોવાના અહેવાલ મળ્યા છે…

Gujarat Surat
દંપતીનું મોત

રાજ્યભરમાં મેઘરાજાની બેટિંગ યથાવત જ છે, ત્યારે આ અરસામાં મકાનની દીવાલ ધસી પડવાની કે પુરની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, જેમાં લોકો પોતાના જીવ પણ ગુમાવતા હોય છે, ત્યારે આ જ રીતે ડાયમંડ સીટી સુરતમાં એક મકાનની દીવાલ ધસી પડવાની એક ઘટના સામે આવી છે. જેમાં દંપતીનું મોત  કરુણ મોત નીપજ્યું છે.

આ પણ વાંચો :Earthquake / ફરી એકવાર ધ્રૂજી કચ્છની ધરા, રાપરમાં અનુભવાયો 2.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

મળતી માહિતી મુજબ, સુરતના ઓલપાડ વિસ્તારમાં કરંજ ગામે આહિરવાસમાં આ ઘટના બની છે, જેમાં મકાનની દિવાલ ધસી પડતા દંપતીનું મોત થયા હોવાના અહેવાલ મળ્યા છે. ભારે વરસાદને પગલે મકાનની દિવાલ ધરાશાયી થઇ હોવાના અહેવાલ મળ્યા છે અને મોડી રાત્રે બનેલી ઘટનાથી ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગના અનુસાર આગામી ત્રણ દિવસ પૂરા ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી પ્રમાણે, સુરત જિલ્લાના ઉમરપાડામાં ધોધમાર 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ઉમરપાડામાં પડેલા ધોધમાર વરસાદને પગલે બલાલકુવા નજીક આવેલો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

આ પણ વાંચો :છોટાઉદેપુર /  108 ઇમર્જન્સી સેવા છોટાઉદેપુરના પાઇલોટના પરિવારને રૂા. 50 લાખની સહાય ચૂકવવામાં આવી

વરેહ નદીમાં બે કાંઠે વહેતા બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. બ્રિજ પર પાણી ફરી વળતા પેતરકુઈ, પીપલવાડા, બલાલકુવા ગામનો સંપર્ક તૂટ્યો છે. જ્યારે જામકુઈ, કડવીડાભરા, સામપુરા ગામનો સીધો સંપર્ક તૂટ્યો છે. ગત રાત્રી દરમ્યાન ઉમરપાડા તાલુકામાં 9 ઇંચ વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગના મતે 30 સપ્ટેમ્બરે અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન ઉદભવશે. તે વાવાઝોડામાં પરિવર્તિત થશે કે નહીં તે આગામી સમયમાં જણાવવામાં આવશે. હાલ વાવાઝોડાનો કોઈ ખતરો નથી.

આ પણ વાંચો :દુષ્કર્મ કેસ / છેલ્લા એક સપ્તાહથી ભાગેડુ બનેલા કહેવાતા માઁઈભક્ત પાવાગઢ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી રાજુ ભટ્ટ જુનાગઢ ખાતેથી

આ પણ વાંચો :વરસાદ /  હવે અતિવૃષ્ટિનો ખતરો, રાજ્યનાં 185 તાલુકામાં વરસાદ, ડેમમાં પાણીની આવક વધી