Surat News : સુરત (Surat) માંથી 14 નકલી ડૉક્ટર ઝડપાયા છે. જેમાં સુરત (Surat) ઝોન-4 પોલીસ દ્વારા બોગસ ડિગ્રી મામલે મોટી કાર્યવાહી હાથ ધરીને 1200 જેટલી નકલી ડિગ્રીઓ પણ જપ્ત કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસે મુખ્ય આરોપી જાણીતા ડૉ. રસેશ ગુજરાતીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. ડૉક્ટરના ક્લિનિક પર તપાસ કરીને તેમની પાસે ડિગ્રી માગી હતી. જેમાં તેમણે ગુજરાત સરકાર દ્વારા માન્ય નથી તેવું BEMS (Bachelor of Electro Homeopathy Medical Science)નું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. જ્યારે આરોગ્ય વિભાગે આ ડિગ્રી બોગસ હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલમાં આ શખસોની ટીમ 70 હજારમાં ડિગ્રી આપવાની વાત કરતા હતા.
સુરત (Surat) ની કોર્ટમાં તમામ આરોપીને રજુ કરવામાં આવે છે. ડો. રશેષ ગુજરાતી અને ડો. બી.કે રાવતના 6 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. આ બોગસ કાંડમાં 10 આરોપીઓને સુરતની લાજપોર જેલ એન્ટ્રી કરાવવામાં આવી છે. બોગસ ડિગ્રી મામલે સુરતની પાંડેસરા પોલીસે ધરપકડ કરી છે. રાજ્યમાં છેલ્લા 20 વર્ષમાં બંને મુખ્ય સૂત્રધાર તબીબોના મોટા કારનામાઓ સામે આવ્યા છે. તેને 1200 થી વધુ બોગસ ડોકટરોનો તૈયાર કર્યા છે. મૂખ્ય સૂત્રધાર અને આરોપી ડો.રશેષ ગુજરાતી અને ડો. બી. કે. રાવત નો ભાંડાફોડ કરવામાં આવ્યો છે.
સુરત (Surat) માંથી પકડાયેલા બોગસ તબીબો મુદ્દે એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. આ ઘટના બન્યા ગુજરાતમાં આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં હોય એવું જણાઈ રહ્યું છે. ગુજરાતમાં આરોગ્ય વિભાગને લોકોના સ્વાસ્થ્યની કોઈ ચિંતા જ નથી તેવા ચિત્રનું નિર્માણ થઈ રહ્યું છે.
આ પણ વાંચો: બોગસ ડૉક્ટર/ સુરત જિલ્લામાં ફાટ્યો રાફડો, ચાર બોગસ તબીબો ઝડપાયા
આ પણ વાંચો: રાજ્યમાં અધધધ બોગસ તબીબોની ધરપકડ કરાઈ, આ જિલ્લામાં નોંધાય સૌથી વધુ કેસ
