વિવાદ/ વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ મામલે કોર્ટનો સર્વેક્ષણનો આદેશ

ચીનના પ્રવાસી હેનસાંગના અહેવાલને કોર્ટમાં રજૂ કર્યો છે

India
tamole વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ મામલે કોર્ટનો સર્વેક્ષણનો આદેશ

Court orders survey in Vishwanath Temple and Gyanvapi Masjid case

વારાસણીના કાશી વિશ્વનાથ સંકુલમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદના વિવાદ માંમલે ડિવિજન ફાસ્ટ ટ્રેક કોર્ટે આદેશ જારી કર્યો છે. કોર્ટે વિવાદિત જ્ઞાનવાપી સંકુલમાં પુરાતત્વ સર્વેક્ષણ કરવાનો આદેશ જારી કર્યો છે.

આ આદેશનો એક અરજીમાં ઉલ્લેખસ રવામાં આવ્યો હતો જેમા જણાવવામાં આવ્યું હતું કે મંદિર તોડીને ત્યાં મસ્જિદ બનાવવામાં આવી છે. કોર્ટમાં ચીની પ્રવાસી હેનસાંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વિશ્વનાથ શિવલિંગ 100 ફુટ ઉંચા હતા અને તેમના પર ગંગા નદીનો ધોધ પડતો હતો

ભારતના પ્રચીન ઇતિહાસ અને સંસકૃતિ વિભાગના પૂર્વ પ્રમુખ એ.એસ.ઓલ્ટેકરે હિસ્ટ્રી ઓફ બનારસની પુસ્તક લખી છે. તેમાં તેમણે છે.ચીની પ્રવાસી હેનસાંગના વિશ્વનાથ મંદિર લિંગના અહેવાલોને ટાંક્યા છે.  આ પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે વિશ્વનાથ શિવલિંગ 100 ફુટ ઉંચા હતા અને તેમના પર ગંગા નદીનો ધોધ પડતો હતો.

મસ્જિદનું નિર્માણ કરાવ્યું જેના લીધે મંદિરનો એક ભાગ જ્ઞાનવાપી મસ્જિદ તરીકે ઓળખાય છે

ઉલ્લેખનીય છે કે આ મંદિરને 1664માં ઓંરગઝેબે તોડી પાડ્યુ હતુ. એને તેના પથ્થરનો ઉપયોગ કરીને મસ્જિદનું નિર્માણ કરાવ્યું. એના લીધે મંદિરનો એક ભાગ જ્ઞાનવાપી મસ્જિદ તરીકે ઓળખાય છે.

આ મંદિર 250 વર્ષ જૂનું છે તેનો ઉલ્લેખ પુસ્તકમાં પણ છે

કોર્ટે અરજી પર આદેશ આપ્યો હતો કે આ મસ્જિદ પર ભારતીય પુરાતત્વ દ્વારા સર્વેક્ષણ કરવામાં આવે. આ મંદિર 250 વર્ષ જૂનું છે તેનો ઉલ્લેખ પુસ્તકમાં પણ છે.